તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 31st August 2026
ફોન મૂકી દે બેટા... આટલું કહેતા જ ભડક્યો દીકરોઃ માતાને ધડાધડ મારવા લાગ્યો મુક્કા
સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં માતાએ દીકરાને ફક્ત ફોન મૂકવાનું કહેતા તે ઉગ્ર બનીને મારપીટ કરવા લાગ્યો હતો

નવી દિલ્હી તા.૩૧: શું તમે પણ બાળક જ્યારે રડે છે, તો તેને ચૂપ કરાવવા માટે તેને ફોન પકડાવી દો છો? આ આદત પછીથી તમને જ મોંઘી પડી શકે છે. તમે ધ્યાન આપ્યું હોય તો, જ્યારે તમે બાળકના હાથમાંથી ફોન લઈ લો છો, ત્યારે તે અચાનક જોર-જોરથી રડવા લાગે છે અથવા તો ગુસ્સો કરવા લાગે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થયો છે. જેમાં માતાએ દીકરાને ફક્ત ફોન મૂકવાનું કહેતા તે ઉગ્ર બનીને મારપીટ કરવા લાગ્યો હતો. આ વીડિયો જોઈને ઘણાં લોકો બાળકોમાં મોબાઇલની લત અંગે ચિતા વ્યક્ત કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, એક મહિલા પોતાના દીકરાના સતત મોબાઇલ ફોન વાપરવાથી પરેશાન હતી. તેણે દીકરાને ફોન મૂકવાનું કહ્યું હતું. માતાની વાત દીકરાને ન ગમી અને તેણે ગુસ્સામાં માતા પર હુમલો કરી દીધો. તેણે એક પછી એક પાંચ મુક્કા માર્યા અને ત્યારબાદ માતા પર ચઢીને પણ મારપીટ કરી. પરિસ્થિતિ ગંભીર બનતા ત્યાં હાજર બીજા બાળકે મહિલાની મદદ કરી અને મારપીટ કરી રહેલા દીકરાને રોક્યો હતો.
આજના સમયમાં, આપણા ઘરોમાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. જ્યારે પણ બાળક કોઈ જીદ કરે છે અથવા રડવા લાગે છે. આપણે તરત જ તેના હાથમાં ફોન પકડાવી દઈએ છે. જેનાથી તે સમયે તો બાળક ચૂપ થઈ જાય છે. જોકે, થોડા સમયની આ શાંતિ બાદમાં તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. આમ તો, વર્તમાન સમયમાં સ્માર્ટફોન અભ્યાસ, કામ, મનોરંજન અને મિત્રો સાથે વાતચીત કરવા જેવી અનેક બાબતો માટે ઉપયોગી છે, પરંતુ બાળકો અને યુવાનોમાં સતત સ્ક્રોલિગ, ગેમિગ, વીડિયો જોવા અને સોશિયલ મીડિયા પર કલાકો પસાર કરવાની આદત જોવા મળે છે. ફોન વાપરતા રોકવામાં આવે ત્યારે ચીડિયાપણું, ગુસ્સો અથવા બેચેની દેખાય તો વાલીઓએ તેના પર ધ્યાન આપવું જરૂરી છે.
આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યુઝર્સે વાલીઓની જવાબદારી અંગે સવાલો ઉઠાવ્યા. કેટલાક લોકોએ કહ્યું કે માતા-પિતા જ બાળકોને નાની ઉંમરથી મોબાઇલ આપે છે અને બાદમાં તેના વધુ પડતા ઉપયોગની ફરિયાદ કરે છે. એક યુઝરે વીડિયો બનાવનાર વ્યક્તિને પણ સવાલ કર્યો કે તે મહિલાને બચાવવાને બદલે વીડિયો કેમ બનાવી રહ્યો હતો. આ સમગ્ર ઘટના માત્ર મોબાઇલની લતનો મુદ્દો નથી, પરંતુ પરિવાર પ્રત્યેના વર્તનનો પણ ગંભીર પ્રશ્ન છે. કોઈપણ સંજોગોમાં માતા-પિતા કે પરિવારના સભ્ય સાથે હિસા યોગ્ય ઠેરવી શકાય નહીં. ટેક્રોલોજી જીવન સરળ બનાવવા માટે છે, સંબંધોની જગ્યા લેવા માટે નહીં
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
