<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ચીનમાં પુતિનનું આગમન અને ટ્રમ્‍પની વિદાય

બેઇજિંગમાં બદલાતું ગ્‍લોબલ પાવર ગેમઃ પશ્ચિમ દેશોના વર્ચસ્‍વને ખતમ કરવા બનાવશે માસ્‍ટર પ્‍લાન ૨૫ વર્ષ જૂની સંધિની યાદમાં ૪૦ નવા કરારો અને યુક્રેન-ઈરાન સંકટ પર વ્‍યૂહાત્‍મક મંથન

બેઇજિંગ, તા.૨૦: અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ચીન મુલાકાત પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન બેઇજિંગ પહોંચતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવ્‍યો છે. મંગળવારે રાત્રે જ્‍યારે પુતિનનું વિમાન બેઇજિંગ એરપોર્ટ પર ઉતર્યું, ત્‍યારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી દ્વારા તેમનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત નથી, પરંતુ ટ્રમ્‍પ-શી જિનપિંગ વચ્‍ચે થયેલી ચર્ચાઓ બાદ રશિયા પોતાની વ્‍યૂહાત્‍મક સ્‍થિતિ મજબૂત કરવા અને ચીન સાથેના નો લિમિટ્‍સ સંબંધોને ફરીથી પ્રમાણિત કરવા માંગે છે.

આ મુલાકાત રશિયા-ચીન વચ્‍ચેની મિત્રતા અને સહકાર સંધિની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહી છે, જેમાં સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે આશરે ૪૦ જેટલા મહત્‍વના કરારો પર હસ્‍તાક્ષર થવાની શકયતા છે. રશિયા માટે આ મુલાકાત આર્થિક રીતે પણ મહત્‍વની છે, કારણ કે પヘમિી દેશોના પ્રતિબંધો વચ્‍ચે ચીન રશિયન તેલ અને ગેસ માટેનું સૌથી મોટું બજાર બની રહ્યું છે. બુધવારે યોજાનારી પ્રતિનિધિમંડળ સ્‍તરની વાટાઘાટોમાં બંને દેશો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા અને પોતાની ચલણી પ્રણાલીને મજબૂત કરવા પર ભાર મૂકશે.

વૈશ્વિક સુરક્ષાના દ્રષ્ટિકોણથી જોઈએ તો, યુક્રેન યુદ્ધ અને પヘમિ એશિયામાં ઈરાન-ઈઝરાયેલ વચ્‍ચે વધતા તણાવ પર પુતિન અને શી જિનપિંગ એક સમાન વલણ અપનાવી શકે છે. પુતિન એ સુનિヘતિ કરવા માંગે છે કે ટ્રમ્‍પની ચીન સાથેની નિકટતા રશિયાના હિતોને નુકસાન ન પહોંચાડે. બીજી તરફ, ચીન આ બંને નેતાઓની મુલાકાતોનું આયોજન કરીને દુનિયાને બતાવી રહ્યું છે કે તે રશિયા અને અમેરિકા જેવા બે પરસ્‍પર વિરોધી મહાસત્તાઓ વચ્‍ચે મધ્‍યસ્‍થી અને સંતુલન જાળવવાની ક્ષમતા ધરાવતું એકમાત્ર વૈશ્વિક કેન્‍દ્ર છે.

(1:44 PM IST)