<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ગૃહમાં રિપબ્લિકન પાર્ટીના નેતા બનવાની દોડ શરૂ:વર્તમાન સ્પીકર માઈક જોહ્ન્સન રેસમાંથી ખસી ગયા

કોંગ્રેસમેન સ્ટીવ સ્કેલાઈસ પણ પાર્ટીના નવા નેતા બનવા માટે મેદાનમાં ઉતરશે: જીમ જોર્ડનને ટ્રમ્પના મજબૂત સમર્થક

અમેરિકામા પ્રતિનિધિ ગૃહમાં રિપબ્લિકન પાર્ટીના નવા નેતાની પસંદગી કરવાની દોડ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના વિશ્વાસુ કોંગ્રેસમેન જીમ જોર્ડન આ પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. 

  વર્તમાન સ્પીકર માઈક જોહ્ન્સન રેસમાંથી ખસી ગયા બાદ જોર્ડને આ નિર્ણય લીધો છે. કોંગ્રેસમેન સ્ટીવ સ્કેલાઈસ પણ પાર્ટીના નવા નેતા બનવા માટે મેદાનમાં ઉતરશે. 

  જીમ જોર્ડનને ટ્રમ્પના મજબૂત સમર્થક માનવામાં આવે છે. ટ્રમ્પ સામેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન બે મહાભિયોગ કાર્યવાહી દરમિયાન જોર્ડને રિપબ્લિકન પાર્ટી વતી મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના સમર્થકો માને છે કે આ અનુભવ તેમને પાર્ટીના નવા નેતા બનવામાં ફાયદો કરાવી શકે છે.

(11:46 PM IST)