News of Monday, 22nd June 2026
લખનઉ કોચિંગ સેન્ટર અગ્નિકાંડને રાહુલ ગાંધીએ અત્યંત દુઃખદ ગણાવ્યો
આ અગ્નિકાંડમાં પોતાના માસૂમો અને સ્વજનો ગુમાવનારા તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજમાં આવેલા કોચિંગ સેન્ટરમાં સર્જાયેલી ભયાનક અને કમકમાટીભરી આગની દુર્ઘટના પર લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા આ અકસ્માતને અત્યંત દુઃખદ ગણાવ્યો છે. રાહુલ ગાંધીએ આ અગ્નિકાંડમાં પોતાના માસૂમો અને સ્વજનો ગુમાવનારા તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરી છે અને સાથે જ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી આશા અને પ્રાર્થના પ્રકટ કરી છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
