<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

રાહુલ ગાંધીએ ગુજરાતના તમામ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તથા દરેકના જીવનમાં અપાર ખુશીઓ આવે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ગુજરાતના તમામ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંદેશમાં આશા વ્યક્ત કરી હતી કે આવનારું નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તથા દરેકના જીવનમાં અપાર ખુશીઓ આવે તેવી મંગલ કામનાઓ પણ વ્યક્ત કરી હતી.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દર વર્ષે બેસતા વર્ષના પાવન અવસરે ગુજરાતના તમામ નાગરિકોને સુખ, શાંતિ, અને સમૃદ્ધિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

(3:46 PM IST)