તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
હવાના દબાણને કારણે રાહુલ ગાંધીના વિમાનનું ગો-અરાઉન્ડ: લખનૌ એરપોર્ટ પર લેન્ડિંગમાં વિલંબ
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-1717 ને પાયલટે પ્રથમ પ્રયાસે રનવે પર લેન્ડ કરવાનું ટાળ્યું: બીજા પ્રયાસમાં તમામ મુસાફરો સુરક્ષિત ઉતર્યા

લખનૌ: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ મંગળવારે લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે હવાના વિપરીત દબાણને કારણે મુશ્કેલીમાં મુકાઈ હતી. અસ્થિર વાતાવરણને કારણે પાયલટે પ્રથમ પ્રયાસમાં લેન્ડિંગ રદ કરીને 'ગો-અરાઉન્ડ' (Go-Around) કરવું પડ્યું હતું. જોકે, બીજા પ્રયાસમાં વિમાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું, જેનાથી એરપોર્ટ ઓથોરિટી અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાહુલ ગાંધી દિલ્હીથી લખનૌ થઈને પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-1717 દિલ્હીથી બપોરે ૨:૩૦ વાગ્યે રવાના થઈ હતી. બપોરે ૩:૪૫ વાગ્યે જ્યારે વિમાન લખનૌ એરપોર્ટ નજીક પહોંચ્યું ત્યારે ઉચ્ચ હવાના દબાણને કારણે રનવેનો અભિગમ અસ્થિર જણાયો હતો.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
