<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

રેલવે ઓગસ્‍ટથી અત્‍યાધુનિક ‘પેસેન્‍જર રિઝર્વેશન સિસ્‍ટમ' લાવશે

ભારતીય રેલવે પોતાની ટિકિટ આરક્ષણ (રિઝર્વેશન) સિસ્‍ટમમાં એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છેઃ ૧૯૮૬ની જૂની રિઝર્વેશન સિસ્‍ટમનું સ્‍થાન નવી ટેકનોલોજી લેશે : પહેલા કરતા વધુ ઝડપી બનશે અને એકસાથે લાખો ટિકિટ બુકિંગને હેન્‍ડલ કરવા માટે સક્ષમ હશે

નવી દિલ્‍હી,તા.૯: ભારતીય રેલવે પોતાની ટિકિટ આરક્ષણ (રિઝર્વેશન) સિસ્‍ટમમાં એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે. ઓગસ્‍ટ મહિનાથી ટ્રેન ટિકિટ બુકિગની પ્રક્રિયાને ધીમે-ધીમે નવી પેસેન્‍જર રિઝર્વેશન સિસ્‍ટમ (પીઆરએસ) પર શિફટ કરવામાં આવશે. આ નવી સિસ્‍ટમ વર્ષ ૧૯૮૬થી ચાલી આવતી જૂની સિસ્‍ટમનું સ્‍થાન લેશે. આ ફેરફારનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ટિકિટ બુકિગની પ્રક્રિયાને વધુ સરળ બનાવવી, સિસ્‍ટમની કાર્યક્ષમતામાં વધારો કરવો અને મુસાફરોને વધુ સારો અનુભવ આપવાનો છે.

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે રેલ ભવનમાં આ કામગીરીની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને સૂચના આપી હતી કે આ પરિવર્તન દરમિયાન મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેનું ખાસ ધ્‍યાન રાખવું. વર્તમાન પેસેન્‍જર રિઝર્વેશન સિસ્‍ટમ (પીઆરએસ) ની શરૂઆત વર્ષ ૧૯૮૬માં થઈ હતી. હવે તેને સંપૂર્ણપણે નવી ટેક્રોલોજી સાથે તૈયાર કરતાં તે પહેલા કરતા વધુ ઝડપી બનશે અને એકસાથે લાખો ટિકિટ બુકિગને હેન્‍ડલ કરવા માટે સક્ષમ હશે.

 ભારતીય રેલવેએ વર્ષ ૨૦૦૨માં ઓનલાઈન ટિકિટ બુકિગ શરૂ કર્યું હતું. હાલમાં અંદાજે ૮૮ ટકા ટિકિટ બુકિગ ડિજિટલ પ્‍લેટફોર્મ દ્વારા થઈ રહ્યું છે. જુલાઈ ૨૦૨૫માં લોન્‍ચ થયેલી ‘RailOne' એપ એક વર્ષથી પણ ઓછા સમયમાં ૩.૫ કરોડથી વધુ ડાઉનલોડ્‍સનો આંકડો વટાવી ચૂકી છે. આ એપની મદદથી મુસાફરો - ટિકિટ બુક અને કેન્‍સલ કરવી, ટ્રેનનું લાઈવ સ્‍ટેટસ ચેક કરવું, પ્‍લેટફોર્મ અને કોચની માહિતી મેળવવી અને ફરિયાદ નોંધાવવી સહિતની સુવિધા મેળવી શકે છે. રેલવેના આંકડા મુજબ, દરરોજ આ એપ દ્વારા અંદાજે ૯.૨૯ લાખ ટિકિટ બુક કરવામાં આવે છે, જેમાં લગભગ ૭.૨ લાખ જનરલ અને ૨.૦૯ લાખ રિઝર્વ ટિકિટનો સમાવેશ થાય છે. આ નવી સિસ્‍ટમની સૌથી ખાસ સુવિધા એઆઈ-આધારિત વેઇટિગ લિસ્‍ટ પ્રિડિક્‍શન છે. આ વર્ષની શરૂઆતમાં રજૂ કરાયેલું આ ફીચર મુસાફરોને જણાવે છે કે તેમની વેઈટિગ ટિકિટ કન્‍ફર્મ થવાની શક્‍યતા કેટલી છે. રેલવેના જણાવ્‍યા અનુસાર, પહેલા આ અનુમાનની સચોટતા ૫૩ ટકા હતી, જે હવે વધીને ૯૪ ટકા થઈ ગઈ છે.

(10:02 AM IST)