<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં વરસાદની આગાહી : ભારે પવન, વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા

ઉત્તર આંદામાન સમુદ્ર પર લો-પ્રેશર રચાશે : ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધશે.

પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં, જેમાં રાજધાની કોલકાતાનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગે આવતીકાલે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે અને દક્ષિણ બંગાળમાં તેજ પવન, વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા દર્શાવી છે. 

  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે ઉત્તર આંદામાન સમુદ્ર પર લો-પ્રેશર (હવાનું ઓછું દબાણ) ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે, જે આગામી ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધશે. IMDએ ઉત્તર બંગાળના જિલ્લાઓ માટે પણ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે, જેમાં દાર્જિલિંગ, કાલિમપોંગ અને જલપાઈગુડીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે

(12:09 AM IST)