<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

તમિલનાડુ અને આસપાસના દક્ષિણી વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ વધુ તીવ્ર બનશે

સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર અંદમાન સમુદ્ર સુધી પહોંચી શકે :પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે

નવી દિલ્હી : દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને તમિલનાડુ તટની આસપાસ ઉપલા વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ રચાયેલું છે, જે સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. તેના પ્રભાવથી આગામી 24 કલાકમાં આ જ ક્ષેત્રમાં નવું લો પ્રેશર બનવાની પ્રબળ શક્યતા છે. આ સિસ્ટમના કારણે તમિલનાડુ અને આસપાસના દક્ષિણી વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ વધુ તીવ્ર બનશે. 

  બીજી તરફ, થાઈલેન્ડની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં બનેલું બીજું એક સાયક્લોનિક સર્ક્યુલેશન 21 ઓક્ટોબરની સવાર સુધીમાં ઉત્તર અંદમાન સમુદ્ર સુધી પહોંચી શકે છે. ત્યારબાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ ધપશે, જેના પ્રભાવથી 23 ઓક્ટોબરની આસપાસ દક્ષિણ-પૂર્વ અને તેને અડીને આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે. આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને વધુ મજબૂત બનવાની સંભાવના છે, જે આગામી દિવસોમાં દક્ષિણ-પૂર્વ દરિયાઈ વિસ્તારોના હવામાનને પ્રભાવિત કરશે.

(12:06 AM IST)