હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી,તા.૧૫: હવામાન વિભાગે વર્ષ ૨૦૨૬ માટે પોતાનું પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ જાહેર કરી દીધું છે. આ રિપોર્ટ અનુસાર, જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે થનારા ચોમાસાનો વરસાદ આ વખતે સામાન્યથી ઓછો રહેવાનો છે. તેનું સૌથી મોટું કારણ પ્રશાંત મહાસાગરમાં બની રહેલા સુપર અલ નીનો છે, જે આ સમયે ઝડપથી આકાર લઈ રહ્યું છે. આ એક એવી સમુદ્રી ઘટના છે, જે આખી દુનિયાના હવામાનને અસ્ત-વ્યસ્ત કરવાની તાકાત ધરાવે છે. ભારત માટે અલ નીનો હંમેશાથી માઠા સમાચાર લઈને આવે છે. જ્યારે પણ અલ નીનો મજબૂત થાય છે તો આ ભારતની ચોમાસું હવાને નબળી કરી નાખે છે. તેના કારણે દેશના મોટા ભાગમાં વરસાદ ઓછો થાય છે અને ઘણી જગ્યાએ દુષ્કાળ જેવી સ્થિતિ પણ થઈ જાય છે. જો કે તેનું બીજું પાસું પણ છે, જે ખૂબ જ ડરામણું છે.
એક તરફ જ્યાં ઉત્તર અને મધ્ય ભારતમાં પાણીના ટીપા માટે તરસવું પડે છે, વળી તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારમાં તે ભારે તબાહીવાળો વરસાદ લાવે છે. જળવાયુ વૈજ્ઞાનિક ડોક્ટર માધવન નાયરનું કહેવું છે કે આ અલ નીનો ૧૯૯૭થી ૨૦૧૫ની માફક ખૂબ જ ગંભીર હોઈ શકે છે.
આઈએમડીએ ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ લોંગ પીરિયડ એવરેજનું લેવલ ૯૨ ટકા જ રહેશે. તેને બિલો નોર્મલ એટલે કે સામાન્યથી ઓછાની કેટેગરીમાં રાખે છે.
વર્ષ ૧૯૭૧થી ૨૦૨૦ના ડેટાના આધાર પર ભારતમાં સરેરાશ વરસાદ ૮૭૦ મિમી હોવો જોઈએ. આ વખતે તેની સંભાવના ખૂબ જ ઓછી છે કે આપણે આ આંકડાને ટચ કરી શકીએ.
આંકડાની વાત માનીએ તો, આ વખતે દુષ્કાળ જેવી સ્થિતિ બનવાની સંભાવના ૩૫ ટકા છે. આ સામાન્ય વર્ષની તુલનામાં ડબલથી પણ વધારે છે. દુનિયાભરના ક્લાઈમેટ મોડલ ઈશારો કરી રહ્યા છે કે જૂન અથવા જૂલાઈ સુધી અલ નીનો સંપૂર્ણપણે સક્રિય થઈ જશે. રાહતની વાત એ છે કે જૂન અને જૂલાઈની શરૂઆતમાં ચોમાસું સ્થિર રહી શકે છે.
સુપર અલ નીનોની સૌથી ઘાતક અસર, પヘમિ અને મધ્ય ભારત પર પડવાની છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા કૃષિ પ્રધાન રાજ્યો માટે ઓગસ્ટનો મહિનો ખૂબ જ પડકારભર્યો રહેશે. અહીં ચોમાસું વરસાદમાં ભારે કમી જોવા મળી શકે છે, જેનાથી પાકને મોટું નુકસાન થવાની આશંકા છે.
મધ્ય પ્રદેશના કેટલાય શહેરો તેની રડાર પર છે. ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર, જબલપુર, રીવા અને સાગર જેવા વિસ્તારમાં સામાન્યથી ઓછો વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત ચંબલ અને નર્મદાપુરમના વિસ્તારમાં પણ પાણીની તંગી વધી શકે છે.
જો કે લદ્દાખ, ઉત્તર પૂર્વ ભારત અને તેલંગાણા જેવા અમુક ભાગ પર તેની અસર કદાચ ઓછી પડશે, પણ દિલ્હી-એનસીઆર માટે આ ગરમી અને દુષ્કાળનો બેવડો એટેક મુસીબત બની શકે છે.
અલ નીનોનો મતલબ ખાલી દુષ્કાળ નથી હોતો. આ ભારતના તટીય વિસ્તાર માટે જળપ્રલયના સંકેત પણ આપે છે. જ્યારે દેશના બાકી ભાગ દુષ્કાળથી ઝઝૂમી રહ્યા હશે, ત્યારે ચેન્નઈ અને આંધ્ર પ્રદેશના તટ પર ભારે વરસાદ થશે.
ઈતિહાસ સાક્ષી પૂરે છે કે ૨૦૧૫ના સુપર અલ નીનો દરમ્યાન ચેન્નઈ પાણીમાં ડૂબી ગયું હતું. તે સમયે ત્યાં જાન-માલને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તટીય શહેરોમાં પૂરના નિવારણ માટે અત્યારથી તૈયારી કરી લેવી જોઈએ.
મરાઠવાડા જેવા વિસ્તારમાં ગત વખતે ૪૦ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. વર્ષ ૨૦૨૩માં પણ અલ નીનોના કારણે એકલા ઓગસ્ટ મહિનામાં ૩૬ ટકા ઓછો વરસાદ થયો હતો. મહારાષ્ટ્રના નાસિક, રાયગઢ અને સાતારા જેવા જિલ્લા તેનું ઉદાહરણ છે.
આટલા ડરામણા સમાચાર વચ્ચે એક આશાનું કિરણ ઈંડિયન ઓશન ડિપોલ છે. ક્લાઈમેટ મોડલ અનુસાર, ચોમાસાના અંતિમ મહિનામાં આઈઓડી પોઝિટિવ હોઈ શકે છે. જો આવું થશે તો આ અલ નીનોના નેગેટિવ અસરને અમુક હદ સુધી ઓછી કરી શકે છે. તેનાથી ચોમાસું હવાઓને થોડી મજબૂતી મળી શકે છે, જેનાથી અમુક વિસ્તારમાં વરસાદની વાપસી શક્ય છે.
ભારતના ૬૦ ટકા ખેડૂતો આજે પણ સંપૂર્ણપણે ચોમાસા પર નિર્ભર છે. ખરીફ પાકનું ભવિષ્ય આ ચાર મહિના પર ટકેલું છે. આઈએમડી મેના અંતિમ અઠવાડીયામાં એક અપડેટેડ ફોરકાસ્ટ જાહેર કરશે. આ રિપોર્ટથી એ સ્પષ્ટ થઈ જશે કે સુપર અલ નીનોનો પ્રભાવ કેટલો ગાઢ રહેવાનો છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM