<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

યુપી અને બિહારમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદી માહોલ

વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાઈ શકે: વાવાઝોડા સાથે કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે

નવી દિલ્હી :આકરી ગરમી વચ્ચે પૂર્વ ભારત અને મધ્ય ભારતના રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના વાતાવરણમાં મોટો પલટો આવવાના સંકેતો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સ્થાનિક સ્તરે સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના સક્રિય થવાના કારણે આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ગતિ કલાકના 40 થી 80 કિલોમીટર (40 to 80 km/h) સુધી પહોંચવાની સંભાવના છે. આ વાવાઝોડા સાથે કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે સ્થાનિક તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળશે.

(11:44 PM IST)