<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી: સવારે ૧૧ વાગ્યા સુધીમાં આશરે ૧૮% મતદાન નોંધાયું: સૌથી વધુ મતદાન વોર્ડ નં. ૧૫ માં અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં. ૭ માં નોંધાયું

રાજકોટ મહાનગરપાલિકાની તા. ૨૬-૦૪-૨૦૨૬ ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, સવારે ૧૧ વાગ્યા સુધીમાં સમગ્ર રાજકોટ શહેરમાં કુલ ૧૭.૯૮% એટલે કે આશરે ૧૮ ટકા મતદાન નોંધાયું છે.

 

વોર્ડ મુજબ સવારે ૧૧ વાગ્યા સુધીના મતદાનની ટકાવારીની વિગત જોઈએ તો, વોર્ડ નં. ૧ માં ૧૩.૩૯%, વોર્ડ નં. ૨ માં ૧૪.૧૫%, વોર્ડ નં. ૩ માં ૧૬.૪૯%, વોર્ડ નં. ૪ માં ૧૮.૬૧%, વોર્ડ નં. ૫ માં ૨૩.૫૬%, વોર્ડ નં. ૬ માં ૨૨.૦૯%, વોર્ડ નં. ૭ માં ૧૨.૬૯%, વોર્ડ નં. ૮ માં ૧૮.૪૪%, વોર્ડ નં. ૯ માં ૧૫.૭૬%, વોર્ડ નં. ૧૦ માં ૧૫.૮૩%, વોર્ડ નં. ૧૧ માં ૧૮.૩૦%, વોર્ડ નં. ૧૨ માં ૨૦.૧૯%, વોર્ડ નં. ૧ ૩ માં ૧૮.૧૦%, વોર્ડ નં. ૧૪ માં ૧૬.૪૮%, વોર્ડ નં. ૧૫ માં ૨૬.૩૫%, વોર્ડ નં. ૧૬ માં ૨૦.૩૬%, વોર્ડ નં. ૧૭ માં ૧૯.૪૪% અને વોર્ડ નં. ૧૮ માં ૧૮.૨૭% મતદાન થયું છે. 

 

ઉપલબ્ધ આંકડા મુજબ અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં. ૧૫ માં અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં. ૭ માં નોંધાયું છે.

(11:49 AM IST)