<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

રાજકોટની તન્વી એક્ષપોર્ટના કર્મચારી લાલજીભાઇ સરધારાની હત્યા નિપજાવી ૧ા કરોડની લૂંટઃ કલાકોમાં ભેદ ખુલ્યો-યુપીના ૪ ઝડપાયા

આજી જીઆઇડીસીમાં સોના-ચાંદીના દાગીનાની મેન્‍યુફેક્‍ચરીંગ પેઢી પાસે જ આવેલી રીફાઇનરી બહાર સાંજે ૮ વાગ્‍યે લૂંટારાઓએ ફાયરીંગ કરી ત્રણ ગોળી ધરબી હત્‍યા કરી લૂંટ ચલાવી હતીઃ સવાર સુધીમાં પોલીસે ભેદ ખોલી નાંખ્‍યો : સોના-ચાંદીના તમામ દાગીના કબ્‍જેઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિકની રાહબરી અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચ, એલસીબી,થોરાળા સહિતની ટીમોએ આરોપીઓને સવારે અમદાવાદ-મહેસાણા નજીક દબોચી લીધા : પૂર્વ કર્મચારીની પણ સંડોવણી ખુલીઃ તેની ટીપથી યુપીના ૪ શખ્‍સોએ ઘટનાને અંજામ આપ્‍યાની વિગતો ખુલી : સિક્‍યુરીટી ગાર્ડ બાવનજી પઢીયાર પણ લાલજીભાઇ સાથે હતાં: બંનેએ પ્રતિકાર કર્યો પણ ફાયરીંગ થતાં સિક્‍યુરીટી ગાર્ડ કંઇ કરી ન શક્‍યા : સાંજે સાતેક વાગ્‍યે રીફાઇનરીમાંથી બાબુભાઇ કાકડીયાએ દાગીના તૈયાર હોવાનો ફોન કર્યોઃ કર્મચારી લાલજીભાઇ અને સિક્‍યુરીટી ગાર્ડ ચાલીસ મિટર દૂર આવેલી રીફાઇનરી ખાતે ગયાઃ ત્‍યાંથી આઠેક વાગ્‍ય નીકળ્‍યા એ સાથે જ બે લૂંટારા ત્રાટક્‍યા ને હત્‍યા-લૂંટનો ભોગ બન્‍યા : થોરાળા પોલીસે પેઢીના સંચાલક બીપીનભાઇ વીરડીયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો હતો

ફાયરીંગ કરી જેમની હત્‍યા નિપજાવી લૂંટ ચલાવાઇ હતી તે કર્મચારી લાલજીભાઇ લવજીભાઇ સરધારાનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને પેઢીના સંચાલક બિપીનભાઇ વીરડીયા તેમજ અન્‍ય ભાગીદારો શોકમગ્ન જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

યુપીના ચાર પૈકીના બે આરોપીઅો જાઇ શકાય છે 

લાલજીભાઇ સરધારા તન્‍વી પેઢીથી ચાલીસેક મીટર દૂર આવેલી પેઢીની રીફાઇનરીમાંથી દાગીનાનો થેલો લઇને નીકળ્‍યા અને એક્‍ટીવામાં મુકી રહ્યા હતાં ત્‍યાં જ લૂટારા આવી ગયા હતાં અને થેલો ખેંચી ભાગ્‍યા હતાં. પ્રતિકાર કરતાં લૂંટારાઓએ લાલજીભાઇને ગોળીઓ ધરબી દીધી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્‍થળે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયા તેમજ અન્‍ય સ્‍ટાફ ઘટના સ્‍થળે જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૫: શહેરના આજી જીઆઇડીસી મેઇન રોડ પર બાવીશી વે બ્રીજ સામે તન્‍વી એક્ષપોર્ટ ઇન્‍ડિયા લીમીટેડ નામની સોના ચાંદીની મેન્‍યુફેક્‍ચરીંગ પેઢીના કર્મચારીની પેઢી નજીક જ તેઓ રીફાઇનરીમાંથી સોના-ચાંદીનો થેલો લઇ બહાર નીકળ્‍યા ત્‍યારે બે બુકાનીધારી શખ્‍સોએ  આવી ફાયરીંગ કરી ૧ કરોડ કરોડ ૫૩ લાખના સોના-ચાંદીની લૂંટ ચલાવી લેતાં અને કારમાં બીજા બે લૂંટારા સાથે ભાગી જતાં શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે. કર્મચારી પેઢીથી ચાલીસેક મીટર દૂર આવેલી રીફાઇનરીમાંથી થેલો લઇને બહાર આવી એક્‍ટીવામાં બેસતાં હતાં ત્‍યાં જ લૂંટારૂ આવી ગયા હતાં. થેલો ખેંચતા કર્મચારી અને સાથેના સિક્‍યુરીટી ગાર્ડએ પ્રતિકાર કર્યો  ત્‍યારે લૂંટારાઓએ ફાયરીંગ કરી દીધા હતાં અને લૂંટ કરી ભાગી ગયા હતાં. મરૂન રંગની કારમાં ભાગેલા ચારેય લૂંટારાઓને શોધી કાઢવા પોલીસની અલગ અલગ ટીમો અમદાવાદ, રાજસ્‍થાન, એમપી તરફ રવાના થઇ હતી.

દરમિયાન ચારે યુપીના શખ્‍સોએ અમદાવાદ-મહેસાણા વચ્‍ચે મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મળી  છે. પૂર્વ કર્મચારીનો પણ રોલ હોવાનું સામે આવ્‍યું છે.

લૂંટ વીથ મર્ડરની આ ઘટનાની જાણવા મળેલી વિગતો મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ રીલાયન્‍સ મોલ પાસે એ. પી. પાર્કમાં રહેતાં લાલજીભાઇ (લાલાભાઇ) લવજીભાઇ સરધારા (ઉ.વ.૫૪) ગત સાંજે આજી જીઆઇડીસીમાં પોતે જ્‍યાં નોકરી કરતાં હતાં તે તન્‍વી એક્ષપોર્ટ નામની સોના ચાંદીની પેઢીથી નજીકમાં જ આવેલી રીફાઇનરીમાંથી સોના-ચાંદીનો થેલો લઇ બહાર નીકળી એક્‍ટીવામાં રાખી પેઢી તરફ જવા રવાના થાય એ પહેલા જ એક્‍ટીવા પાસે આવેલા બુકાનીધારીએ થેલો ખેંચી લેતાં અને ભાગતાં લાલજીભાઇ તથા સિક્‍યુરીટી બાવનજી પઢીયારએ દોટ મુકી પ્રતિકાર કરતાં બે પૈકીના એક લૂંટારાએ ધડાધડ ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કરતાં લાલજીભાઇ ઢળી પડયા હતાં અને બંને લૂંટારા મરૂન કારમાં બેસી ગયા હતાં. જેમાં અગાઉથી બીજા બે લૂંટારા પણ હતાં.

આ પછી કાર ભાગી જતાં સિક્‍યુરીટી ગાર્ડએ પેઢીમાં જાણ કરતાં લાલજીભાઇને પેઢીના ભાગીદારોએ સારવાર માટે મધુરમ્‌ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થઇ ગયુ હતું.

હત્‍યા-લૂંટની ઘટના જાહેર થતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. જે. ચોૈધરી, થોરાળા પીઆઇ એસ. પી. સોઢા અને ટીમ, ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, એલસીબી ઝોન-૧ના પીએસઆઇ મોવલીયા એન ટીમો દોડી ગયા હતાં અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે પેઢીના સંચાલક પાસેથી વિગતો મેળવી એફઆઇઆર નોંધી હતી.

આ બનાવમાં થોરાળા પોલીસે તન્‍વી એક્ષપોર્ટ ઇન્‍ડિયા લીમીટેડ નામની સોના ચાંદીની મેન્‍યુફેક્‍ચરીંગ પેઢીના સંચાલક બીપીનભાઇ વીરડીયાએ જણાવ્‍યું છે કે હું કુટુંબ પરીવાર સાથે રહુ છુ અને આજી જીઆઇડીસી મેઇન રોડ બાવીશી વે-બ્રિજ સામે તન્‍વી એક્ષપોર્ટ ઇન્‍ડીયા લીમીટેડ નામની સોના ચાંદીની મેન્‍યુફેક્‍ચરીંગ પેઢી ચલાવુ છું. મારી સાથે બીજા અગીયાર ભાગીદરો છે.

અમે બધા એકસાથે છેલ્લા ત્રણેક વર્ષથી ભાગીદારીમાં આ પેઢી ચલાવીએ છીએ અને સોના-ચાંદીના તૈયાર ઘરેણા સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્‍યાએ વેંચાણ કરીએ છી એ. અમારી તન્‍વી એક્ષપોર્ટ પેઢીથી આશરે ચાલીસ મિટરના અંતરમા અમારી રીફાઇનરી પણ છે. આ રીફાનરીમાં સોના-ચાંદીનુ રીફાઈન થયા બાદ અમારા કોઈ અંગત માણસ સાથે અમારી કંપનીમાં કામ કરતા સિકયુરીટી ગાર્ડ સાથે મોકલી અમારા જ્‍વેલરી બનાવતા યુગ બિલ્‍ડીંગ ખાતે આપ-લે કરીએ છીએ.

બુધવારે ૧૪મીના સાંજે સવા આઠેક વાગ્‍યાની આસપાસ હું તથા કિશોરભાઈ હાપલીયા કોટેચા ચોક પાસે હતાં ત્‍યારે ભાગીદાર મયુરભાઇ લીંબાસીયાનો ફોન આવેલ અને કહેલું કે કંપનીમા કામ કરતા લાલજી ભાઈ સરધારા ઉપર રીફાઈનરી પાસે ફાયરીંગ થયું  અને આશરે દોઢેક કરોડના સોના ચાદીના માલની લૂંટ થઇ છે.

અત્‍યારે લાલજીભાઈ સરધારાની મધુરમ્‌ હોસ્‍પીટલમાં સારવાર ચાલુ છે.

મયુરભાઇની આ વાત સાંભળતા જ હું અને કિશોરભાઈ હાપલીયા મધુરમ હોસ્‍પીટલ ખાતે પહોંચ્‍યા હતાં. જ્‍યાં અમારા બીજા ભાગીદારો પણ હતાં.

 લાલજીભાઇ સરધારાની ઇમરજન્‍સી રૂમમાં સારવાર ચાલુ હતી.

આ વખતે અમારા ભાગીદાર રાજભાઈ અશોકભાઇ ભાલારાએ મને વાત કરેલ કે સાંજના સવા સાતેક વાગ્‍યાના અરસામા રિફાઇનરી ખાતે કામ કરતા વર્કર બાબુભાઇ બચુભાઈ કાકડીયાનો તુષારભાઈ વલ્લભભાઇ સાવલિયાને ફોન આવેલ અને વાત કરેલ કે પંદરેક મિનીટ બાદ કોઇ માણસને રીફાઇનરી ખાતે મોકલો રિફાઇન સોનાના અલગ અલગ વજનના ઢાળીયા જેનુ વજન આશરે ૯૪૬ ગ્રામ કિ.રૂ. આશરે ૧,૪૮,૯૦,૦૦૦ તથા રિફાઇન ચાંદીનો ડસ્‍ટ પાવડરની પ્‍લાસ્‍ટીકની કોથળી વજન આશરે બે કિલો જેની કિ.રૂ. આશરે ૪,૩૦,૦૦૦ મળી કુલ રિફાઇન સોના-ચાંદીની કુલ કિ.રૂ.૧,૫૩,૨૦,૦૦૦નો સોના ચાંદીનો માલ તૈયાર થયેલ છે.

જેથી આશરે સાડા સાતેક વાગ્‍યાના અરસામા તુષારભાઇ સાવલીયાએ ભાગીદાર હરેશભાઇ સરધારાના ભાઇજીના દિકરા લાલજીભાઇ લવજીભાઇ સરધારા (ઉ.વ.૫૩)ને કંપની ખાતેથી સિકયુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયાર સાથે એક્‍ટિવા નંબર જીજે૦૩એલએફ-૦૧૬૯ લઇને રીફાઇનરી ખાતે મોકલ્‍યા હતાં. બાદ સાંજના આઠેક વા ગ્‍યાના અરસામાં રાજભાઈ ભાલારા અને મયુરભાઈ લીંબાસીયા ઓફીસમાં બેઠા હતાં તે વખતે મયુરભાઇ લિંબાસીયાને હિતેષભાઇ સરધારાનો ફોન આવેલ કે લાલાભાઇ (લાલજીભાઈ સરધારા) ઉપર રીફાઈનરી ખાતે ફાયરીંગ થયેલ છે. આથી તુરત જ રાજભાઈ ભાલારા અને મયુરભાઇ લીંબાસીયા રીફાઇનરી ખાતે ગયેલ અને ત્‍યાં લાલજીભાઇ સરધારા રોડની સાઇડ પર ઢળી પડેલી હાલતમાં હતાં.

 મયુરભાઈ લિંબાસિયા અને હિતેષભાઇ સરધારા તાત્‍કાલિક પ્રાથમિક સારવાર માટે મધુરમ હોસ્‍પિટલ ખાતે લઈ ગયેલ હતાં અને ત્‍યારે રાજભાઈ ભાલારા તથા કંપનીની કેન્‍ટિનના મેનેજર અનીલભાઇ કથીરીયા તથા સીકયુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયાર તથા અન્‍ય માણસો હાજર હતાં. આ વખતે સિસકયુરીટી ગાર્ડ બાવનજી ભાબુજી પઢીયારએ રાજભાઇ ભાલારાને વાત કરેલ કે-લાલજીભાઈ સોના-ચાંદીનુ બેગ લઇને રિફાઇનરીના ગેઇટ બહાર નિકળેલ ત્‍યારે બે અજાણ્‍યા માણસો લાલજીભાઈ સાથે ઝપાઝપી કરતા હાઇ પોતે (સિકયુરીટી ગાર્ડ બાવનજી  પઢીયાર) દોડીને લાલજીભાઇને બચાવવા જતા તેમાથી એક અજાણ્‍યા માણસ જેને સફેદ કલરનો શર્ટ પહેરેલ હતો તેણે પોતાની પાસેથી હથીયાર કાઢી લાલજીભાઈ ઉપર ફાયરીંગ કરતાં લાલજીભાઈ નીચે પડી ગયા હતાં.

આ પછી લાલજીભાઈ પાસે રહેલ થેલો લુટીને બે અજાણ્‍યા માણસો મરૂન કલરની ટાટા કંપની ટીગોર કારમા બેસી ગયેલ અને ત્‍યારે પોતે (સિક્‍યુરીટી ગાર્ડએ) કારમા જોતા કારમાં બીજા બે અજાણ્‍યા માણસો પણ બેઠેલા જોવા મળ્‍યા હતાં. આ બધા કાર હંકારી ભાગી ગયા હતાં. આ આખી વાત મને રાજભાઈ અશોકભાઈ ભાલારાએ મને (બીપીનભાઇ વીરડીયાને) મધુરમ્‌ હોસ્‍પીટલ ખાતે કરી હતી. આ વચ્‍ચે સારવાર દરમિયાન લાલજીભાઇ સરધારાને ડોક્‍ટરે મૃત જાહેર કર્યા હતાં.

બીપીનભાઇ વીરડીયાએ વધુમાં જણાવ્‍યું છે કે અમારા કર્મચારી  લાલજીભાઇ લવજીભાઇ સરધાર અમારી રિફાઇનરીમાંથી સોનાના અલગ અલગ વજનના ઢાળીયા જેનુ વજન આ શરે ૯૪૬ ગ્રામ કિ.રૂ. આશરે ૧,૪૮,૯૦,૦૦૦/ તથા રિફાઇન ચાંદીનો ડસ્‍ટ પાવડરની પ્‍લાસ્‍ટીકની કોથળી વજન આશરે બે કીલો જેની કિ.રૂ. આશરે ૪,૩૦,૦૦૦ મળી કુલ રિફાઇન સોના-ચાંદીની કુલ કિ.રૂ.૧,૫૩,૨૦,૦૦૦નો સોના ચાંદીનો માલ થેલામાં રાખી બહાર નીકળ્‍યા  ત્‍યારે બે અજાણ્‍યા માણસોએ આવી લાલજીભાઈ પાસે રહેલો સોના ચાંદી ભરેલો થેલો છીનવતા લાલજીભાઈ તથા સિકયુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયારે મળી પ્રતિકાર કરતાં સફેદ શર્ટ પહેરેલા શખ્‍સે હથીયાર કાઢી લાલજીભાઇ ઉપર ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કરી ઇજા પહોંચાડી હતી અને થેલો લૂંટી મરૂન ગાડીમાં બેસી ભાગી ગયા હતાં. કારમાં કુલ ચાર શખ્‍સો હતાં. બીપીનભાઇની આ હકિકતને આધારે ડીસીપી હેતલ પટલ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં થોરાળા પીઆઇ એસ.પી. સોઢા, રાઇટર દિવ્‍યરાજસિંહ સહિતની ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન ચાર હત્‍યારા, લૂંટારાઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, થોરાળા પીઆઇ એસ. પી. સોઢા અને તેમની ટીમો તેમજ એલસીબી ઝોન-૧ તેમજ અન્‍ય ટીમોએ રાતભર દોડધામ કરી કારનું પગેરૂ દબાવ્‍યું હતું. અંતે સવારે આ કાર અને ચાર લૂંટારાઓને અમદાવાદ-મહેસાણા નજીકથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. તમામ મુદ્દામાલ પણ હસ્‍તગત થઇ ગયાનું ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાએ જણાવ્‍યું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીકના માર્ગદર્શન હેઠળ કલાકોમાં આ ભેદ ખુલી ગયો છે. પુર્વ કર્મચારીની પણ સંડોવણી ખુલી રહી છે. તેને પણ સકંજામાં લેવા તજવીજ થઇ રહી છે.

હત્‍યાનો ભોગ બનેલા લાલજીભાઇ બે ભાઇ, બે બહેનમાં ત્રીજા હતાં: દિકરો, દિકરી પરિણીત છેઃ મુળ ચાંદલીના વતની

લાલજીભાઇના કાકાના દિકરા હરેશભાઇ સરધારા પણ તન્‍વી ગોલ્‍ડ પેઢીના એક ભાગીદાર છેઃ પેઢીના કર્મચારીઓ, સરધારા પરિવારમાં ગમગીની

ઞ્જહત્‍યાનો ભોગ બનેલા લાલજીભાઇ લવજીભાઇ સરધારા (ઉ.વ.૫૪) તન્‍વી ગોલ્‍ડ પેઢીમાં દસ વર્ષથી નોકરી કરતાં હતાં. તેમના કાકાના દિકરા હરેશભાઇ સરધારા પણ આ પેઢીમાં એક ભાગીદાર છે. લાલજીભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે જે પરિણીત છે. દિકરો ગેસ એજન્‍સીનું કામ કરે છે. લાલજીભાઇ સરધારા મુળ ચાંદલીના વતની હતાં. વર્ષોથી રાજકોટ સ્‍થાયી થયા છે. તેમના પત્‍નિનું નામ સરોજબેન છે. પિતા હયાત નથી. માતાનું નામ રળીયાતબેન છે. આ બનાવથી સરધારા પરિવારમા ગમગીની વ્‍યાપી ગઇ છે.

તન્‍વી એક્ષપોર્ટ પેઢીમાં કુલ ૧૨ ભાગીદારો છે

રાજકોટઃ જે પેઢીના કર્મચારીની પેઢીની ફેક્‍ટરી બહાર જ હત્‍યા કરી દોઢ કરોડના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી એ તન્‍વી એક્ષપોર્ટ લિમીટેડ નામની સોના ચાંદીના દાગીના બનાવતી પેઢીમાં કુલ ૧૨ ભાગીદારો છે. મુખ્‍ય સંચાલક બિપીનભાઇ ગોરધનભાઇ વરીડીયા સાથે અન્‍ય ભાગીદારોમાં (૧) તુષારભાઈ વલ્લભભાઇ સાવલીયા (૨) રાજભાઈ અશોકભાઇ ભાલારા (૩) મયુરભાઈ ભુપતભાઈ લીંબાસીયા (૪) હરેશભાઈ મોહનભાઈ સરધારા (૫) હીતેષભાઇ મોહનભાઇ સરધારા (૬) દિ નેશભાઈ મશરૂભાઇ મેવાડા (૭) અંકુરભાઈ જેરામભાઈ અજાણી (૮) રવીભાઈ અશોકભાઈ ભાલારા (૯) રાજેશભાઇ બા બુભાઈ તારપરા (૧૦) વિનોદભાઈ મનજીભાઈ પરસાણા (૧૧) સંદિપભાઇ જગદીશભાઈ હાપલીયાનો સમાવેશ થાય છે.

ડીસીબી, એલસીબી, થોરાળા પોલીસની ટીમો એમપી, રાજસ્‍થાન તરફ રવાના

ચોટીલાથી કાર આગળ તરફ ભાગી ગઇઃ રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્‍યોઃ લૂંટારા કંઇપણ બોલ્‍યા નહોતાં

ઞ્જહત્‍યા કરી સોના-ચાંદીનો થેલો લૂંટી ચાર લૂંટારા મરૂન રંગની ટાટા ટીગોર કારમાં ભાગી ગયા હોઇ શહેર ડીસીબીની ટીમો, એલસીબી ઝોન-૧ની ટીમો, થોરાળા ડી. સ્‍ટાફ સહિતની ટીમો અલગ અલગ દિશામાં તપાસ માટે દોડી ગઇ છે. કાર છેલ્લે ચોટીલા તરફ દેખાઇ હતી. ત્‍યાંથી આગળ અમદાવાદ તરફ ભાગી હોવાની શક્‍યતાએ ટીમો આગળ વધી હતી. રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ તરફ પણ પોલીસની ટીમો તપાસ માટે દોડી ગયાનું જાણવા મળ્‍યું છે.

અમે દસકા જુના ઇમાનદાર કર્મચારી ગુમાવ્‍યાઃ પેઢી સંચાલક બિપીનભાઇ વીરડીયા

ઞ્જતન્‍વી એક્ષપોર્ટ પેઢીના સંચાલક બીપીનભાઇ વીરડીયાએ જણાવ્‍યું હતું કે હત્‍યાનો ભોગ બનેલા લાલજીભાઇ (લાલાભાઇ) સરધારા અમારી પેઢીમાં એકાદ  દસકાથી ખુબ જ ઇમાનદારી, નિષ્‍ઠાથી ફરજ બજાવતાં હતાં. તેમની હત્‍યાથી અમે એક સ્‍વજન સમાન કર્મચારી ગુમાવ્‍યા છે. 

(2:40 PM IST)