<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી ૨૦૨૬: ગુજરાતમાંથી ભાજપના ૪ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત: સૌરાષ્ટ્રના જામખંભાળિયાના જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારીયાને લોટરી લાગી ગઈ

ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભા માટે પસંદ કરાયેલા ૪ ઉમેદવારોના નામ નીચે મુજબ છે: ૧. શ્રી રાજુભાઈ શુક્લા ૨. શ્રી મુકેશભાઈ રાઠવા ૩. શ્રી માનસિંહ પરમાર ૪. શ્રી જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારીયા (વિજય વસાણી ગાંધીનગર અને કૌશલ સવજાણી જામખંભાળિયા)

રાજકોટ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આગામી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી ૨૦૨૬ માટે વિવિધ રાજ્યોના ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે ગુજરાતની ખાલી પડતી ૪ બેઠકો માટે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

 

ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભા માટે પસંદ કરાયેલા ૪ ઉમેદવારોના નામ નીચે મુજબ છે:

૧. શ્રી રાજુભાઈ શુક્લા

૨. શ્રી મુકેશભાઈ રાઠવા

૩. શ્રી માનસિંહ પરમાર

૪. શ્રી જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારીયા

 

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહ દ્વારા સહી કરીને જાહેર કરાયેલી આ સત્તાવાર યાદીમાં ગુજરાતના ૪  ઉપરાંત અન્ય રાજ્યોના ઉમેદવારોના નામ પણ સામેલ છે. જેમાં અરુણાચલ પ્રદેશમાંથી ૧, મધ્ય પ્રદેશમાંથી ૨ (શ્રી તરુણ ચુગ અને શ્રી રજનીશ અગ્રવાલ), મણિપુરમાંથી ૧ અને રાજસ્થાનમાંથી ૨ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓડિશા રાજ્યની પેટા-ચૂંટણી માટે પણ ૧ નામની જાહેરાત કરવામાં આવી છે.

 

પ્રાપ્ત વિસ્તૃત વિગતો અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારીયાને રાજ્યસભાની ટિકિટ મળતા સ્થાનિક સ્તરે ભારે આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ભાજપ દ્વારા આ વખતે નવા અને જમીની સ્તરના કાર્યકરોને તક આપીને ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ ઉમેદવારો આગામી દિવસોમાં ચૂંટણી પંચ સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવશે.

(7:13 PM IST)