<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

અયોધ્‍યામાં ૨૨૦ ટન રેતીથી બન્‍યો રામ દરબાર અને રામ મંદિર

રેતીનો રામદરબાર બનાવવા માટે કલાકારોએ લગાતાર ૭ દિવસ સાધના કરી

અયોધ્‍યા,તા.૧૩: દિવાળીની પૂર્વસંધ્‍યાએ અયોધ્‍યામાં સૌથી વધુ દીવડા પ્રજ્‍વલિત કરવાનો વિશ્વવિક્રમ બન્‍યો હતો.

જોકે આ વર્ષે રામનગરીમાં દીપોત્‍સવની સાથે આસ્‍થા અને કળાનો બીજો એક અદ્વુત નજારો જોવા મળ્‍યો હતો. સરયૂ નદીના પટ પર રેતીથી ભવ્‍ય રામદરબાર અને રામ મંદિરની કલાકૃતિ બનાવવામાં આવી હતી એને પણ વિશ્વ રેકોર્ડમાં સ્‍થાન મળ્‍યું છે.

પ્રખ્‍યાત સેન્‍ડ-આર્ટિસ્‍ટ મધુરેન્‍દ્ર કુમારે સાથીઓની સાથે મળીને ૨૨૦ ટન રેતીમાંથી ૫૮ ફુટ લાંબી અને ૨૦ ફુટ ઊંચી કલાકૃતિ તૈયાર કરી છે. રામ કથા પાર્કમાં બનેલી આ કૃતિને વિશ્વશાંતિ, માનવતા અને ભાઈચારાના સંદેશ સાથે બનાવવામાં આવી હતી.

રેતીનો રામદરબાર બનાવવા માટે કલાકારોએ લગાતાર ૭ દિવસ સાધના કરી હતી. રામ દરબારની થીમ પર આધારિત આ સૌથી મોટું રેતશિલ્‍પ હતું. આ આર્ટવર્કને બુક ઑફ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં સ્‍થાન મળ્‍યું છે અને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સ માટે એની વિગતો મોકલવામાં આવી છે.

(2:57 PM IST)