તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
રામ રહીમ ફરી ‘જેલ મુક્ત': ૧૬મી વખત પેરોલ મળી
સજાના ૩,૧૯૩ દિવસમાંથી ૪૦૬ દિવસ જેલની બહાર વિતાવનાર ડેરા પ્રમુખને ૩૦ દિવસની વધુ રાહ

રોહતક, તા.૨૬: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર જેલની બહાર આવી રહ્યા છે. આ વખતે તેમને ૩૦ દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે, જે ૨૦૧૭માં તેમની ધરપકડ થયા બાદની ૧૬મી હંગામી મુક્તિ છે. રોહતકની સુનારિયા જેલમાં કેદી નંબર ૮૬૪૭/સી તરીકે સજા કાપી રહેલા રામ રહીમ માટે આ વર્ષ ખાસ રહ્યું છે, કારણ કે જાન્યુઆરીમાં ૪૦ દિવસની મુક્તિ બાદ આ બીજી મોટી રાહત છે. રસપ્રદ વાત એ છે કે, જેલના રેકોર્ડ મુજબ રામ રહીમે તેની સજાના કુલ દિવસોમાંથી લગભગ ૧૩% જેટલો સમય જેલની બહાર એશ-આરામ અથવા ધાર્મિક પ્રવળત્તિઓમાં વિતાવ્યો છે, જે સામાન્ય કેદીઓ માટે એક સ્વપ્ન સમાન હોય છે.
આ મુક્તિ માત્ર માનવીય આધારો પર નથી, પરંતુ હરિયાણાના વિશિષ્ટ જેલ કાયદાઓનો કુશળ ઉપયોગ હોવાનું જણાય છે. હરિયાણા ગુડ કન્ડક્ટ પ્રિઝનર્સ એક્ટ, ૨૦૨૨ મુજબ, કોઈપણ કેદી વર્ષમાં ૧૦ અઠવાડિયાની પેરોલ મેળવી શકે છે. આ નવીનતમ ૩૦ દિવસની મુક્તિ સાથે, રામ રહીમે ચાલુ વર્ષનો તેમનો પેરોલ ક્વોટા પૂર્ણ કરી લીધો છે. જોકે, તેમના માટે હજુ પણ ૩ અઠવાડિયાની ફર્લોનો વિકલ્પ ખુલ્લો છે. કાયદાકીય ગણતરી મુજબ, પેરોલના દિવસો સજામાં ગણાતા નથી અને તેટલા દિવસો જેલમાં વધારાના કાપવા પડે છે, પરંતુ જે રીતે વારંવાર તેમને મુક્તિ મળી રહી છે તે ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર સામે અનેક સવાલો ઉભા કરે છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
