તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
રામ મંદિરમાં ૧ વર્ષની આવક રૂા.૨૩૭ કરોડ ખર્ચ રૂા.૯૧ કરોડ
રામ મંદિર ટ્રસ્ટના જ મહામંત્રી સ્વામી ગોવિંદદેવે સમગ્ર ચિત્ર સ્પષ્ટ

અયોધ્યા તા.૩: રામ મંદિર ટ્રસ્ટને લઈને સમયાંતરે અનેક એવા મુદ્દાઓ ચર્ચાય છે. માત્ર દાનચોરીના મુદ્દાની વાત નથી પણ ઘણીવાર એવી પણ ચર્ચા થાય છે કે, આખરે આટલા મોટા મંદિરનો હિસાબ કેટલો થતો હશે અને મંદિરમાં ખર્ચો કેટલો થતો હશે. આ અંગે હવે રામ મંદિર ટ્રસ્ટના જ મહામંત્રી સ્વામી ગોવિદદેવે સમગ્ર ચિત્ર સ્પષ્ટ કર્યું છે. આ ગત વર્ષે ટ્રસ્ટની કુલ આવક રૂા.૨૩૭ કરોડ અને ખર્ચ રૂા.૯૧ કરોડ રૂપિયા રહ્યો હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે.
તાજેતરમાં જ ટ્રસ્ટમાં ત્રણ નવા સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. નિવૃત એરમાર્શલ જિતેન્દ્ર મિશ્રાને હવે સીઈઓ તરીકે નિયુક્ત કરી જવાબદારી સોંપવામાં આવી છે. આ માહોલ વચ્ચે હવે ટ્રસ્ટની બેઠક યોજાઈ એમાંથી હિસાબની વિગતો જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટ્રસ્ટની કુલ આવક રૂા.૨૩૭ કરોડ રૂપિયા રહી હતી. ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી ટ્રસ્ટ પાસે કુલ રૂા.૧૮૮૨ કરોડ રૂપિયા હતા. ગત વર્ષે જે આંક સામે આવ્યો હતો એમાં વર્ષ ૨૦૨૪-૨૫માં રામ મંદિર ટ્રસ્ટની કુલ આવક રૂા.૩૨૭ કરોડ નોંધાઈ હતી.
આ અંગે એક નોંધ પણ કરવામાં આવી છે. આ રકમમાં ચેકથી આવતું દાન, કેશ, RTGS અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટ્મથી મળેલી રકમનો પણ સમાવેશ કરી લેવાયો છે. નવા ટ્રસ્ટીમાં ૭૫ વર્ષના મોહન પાંડેનો પણ સમાવેશ કરાયો છે. જેઓ અયોધ્યાના છે અને વકીલ તરીકે રામ મંદિર સાથે લાંબા સમયથી જોડાયેલા છે.
આ એ જ વ્યક્તિ છે જેણે વર્ષ ૧૯૯૦થી ૨૦૧૯ સુધી રામજન્મભૂમિ મંદિર મામલે અલ્હાબાદ હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડતમાં ભાગ લીધો હતો. આ એક કાયદાકીય લડત હતી. તેઓ અયોધ્યામાં રામકથા યોજના પ્રશિક્ષણ કેન્દ્રના પાલક અને શ્રીહરિ સત્સંગ સમિતિના ઉપાધ્યાક્ષ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૦થી અત્યાર સુધીમાં ટ્રસ્ટને દાન પેટે રૂા. ૪૫૭૫ કરોડ રૂપિયા મળ્યા છે. નાના-મોટા ખર્ચની સરેરાશ કાઢવામાં આવે તો રૂા.૨૪૭૫ કરોડ નો ખર્ચો થયો છે. જેમાં સિક્યોરિટી સિસ્ટમ અને સિક્યોરિટી વ્યવસ્થાનો ખર્ચ પણ સામેલ છે
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
