News of Thursday, 22nd October 2026
અમિતભાઈ શાહને રામભાઈ મોકરિયાએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રની સુરક્ષા અને એકતા માટેનુ યોગદાન અભૂતપૂર્વ : નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારમાં અમિતભાઈ શાહનું નેતૃત્વ કરોડો કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ

રાજકોટ તા.૨૨: ભારત દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે આજે દેશભરમાંથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે, ત્યારે ગુજરાતમાંથી રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ અગ્રણી રામભાઈ મોકરિયાએ અમિતભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્ય સભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને જન્મદિવસે ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવામાં સતત કાર્યરત રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, અમિતભાઈ શાહ એ માત્ર ગૃહમંત્રી નથી, પરંતુ આધુનિક ભારતના રાજકીય ઈતિહાસના શિલ્પી છે. કલમ ૩૭૦ નાબૂદી, CAA, સહકારિતા ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા અને દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં અમિતભાઈનું લોખંડી નેતૃત્વ, અદભુત સંગઠન કૌશલ્ય અને રાષ્ટ્રપ્રથમની અડગ ભાવના એ દેશના કરોડો ભાજપ કાર્યકર્તાઓ અને યુવાનો માટે પ્રેરણાનોસ્ત્રેત છે. ગુજરાતના પનોતા પુત્ર તરીકે તેમણે સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
રામભાઈ મોકરિયાને અમિતભાઈ શાહ સાથે દાયકાઓ જૂનો પારિવારિક અને સંગઠનાત્મક નાતો રહેલો છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
