<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

રણબીર કપૂરની રામાયણના પ્રોડયૂસર નમિત મલ્‍હોત્રા પર આવકવેરાના દરોડા

આવકવેરા વિભાગ દ્વારા કથિત કરચોરી, નાણાકીય અનિયમિતતાઓ અને વિદેશી ભંડોળ ટ્રાન્‍સફર સાથે સંકળાયેલા વ્‍યવહારો અંગે તપાસ થઈ રહી છે

મુંબઈ,તા.૮: મરણબીર કપૂર તથા સાઈ પલ્‍લવી સહિતના કલાકારોની 'રામાયણ' ફિલ્‍મની રીલિઝનું કાઉન્‍ટડાઉન શરુ થઈ ચૂક્‍યું છે તેવા સમયે જ આ ફિલ્‍મના પ્રોડ્‍યૂસર તથા ફિલ્‍મ ઉદ્યોગની બહુ મોટી વીએફએક્‍સ કંપની પ્રાઈમ ફોક્‍સના માલિક નમિત મલ્‍હોત્રો ત્‍યાં આવકવેરાના દરોડા પડતાં ફિલ્‍મ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો. હજુ થોડા દિવસો પહેલાં બોલિવુડના એક મોટા પ્રોડ્‍યૂસર વાસુ ભગનાની ત્‍યાં દરોડા બાદ સતત બીજા પ્રોડ્‍યૂસર સાણસામાં આવ્‍યા છે.

અહેવાલો અનુસાર, આવકવેરા ટ્ટ વિભાગ દ્વારા કથિત કરચોરી, નાણાકીય અનિયમિતતાઓ અને વિદેશી ભંડોળ  ટ્રાન્‍સફર સાથે સંકળાયેલા વ્‍યવહારો અંગે તપાસ થઈ રહી છે. આ સંદર્ભમાં, પ્રાઈમ ફોકસ અને સીએના પરિસરમાં દસ્‍તાવેજો અને નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ કાર્યવાહી અંગે આવકવેરા વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્‍યું નથી.

 

(9:54 AM IST)