News of Monday, 2nd November 2026
પોલીસ સ્ટેશનમાં યુવતી સાથે દુષ્કર્મ, ૧૫ પોલીસકર્મી સસ્પેન્ડ, ૩ ની ધરપકડ
ઝારખંડમાં માનવતા શર્મસાર, સરાયકેલા-ખરસાવા જિલ્લામાં ગમરિયા પોલીસ સ્ટેશનમાં ૨૦ વર્ષીય યુવતી પર દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો : SIT દ્વારા તપાસ ચાલી રહી છે ભાજપે હેમંત સોરેન સરકાર પર નિશાન સાધ્યું

સરાયકેલા તા.૨: ઝારખંડના સરાયકેલા-ખરસાવા જિલ્લાના ગમરિયા પોલીસ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસ સ્ટેશનની અંદર જ ૨૦ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. આ ગંભીર મામલે ત્વરિત કાર્યવાહી કરીને પોલીસે ગમરિયાના સ્ટેશન ઇન્ચાર્જ સહિત કુલ ૧૫ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ આરોપી પોલીસકર્મીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ગત ૨૯ ઓક્ટોબરે બની હતી. પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે ગુરુવારે સાંજે તેનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો. પતિ મારઝૂડ કરશે તેવું ડર હોવાથી તે ઘરની બહાર નીકળી ગઈ હતી. તે એક પડોશીના ઘરે ગઈ અને મોબાઈલ ફોન દ્વારા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસના જણાવ્યા મુજબ, એક પીસીઆર વાન ત્યાં પહોંચી અને તે રાત્રે મહિલાને પોલીસ સ્ટેશન લઈ આવી. પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર અધિકારીઓએ તેને આરામ કરવા માટે સ્ટેશનમાં જ એક રૂમ આપ્યો હતો.
પીડિતાના નિવેદન મુજબ, જ્યારે તે તે રૂમમાં હતી ત્યારે સ્ટેશનનો વાયરલેસ ઓપરેટર તે રૂમમાં આવ્યો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ દરમિયાન પીડિતાએ મદદ માટે બૂમો પણ પાડી હતી પરંતુ કોઈએ તેની મદદ કરી ન હતી.
આ જઘન્ય અપરાધની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરાયકેલા-ખરસાવાના પોલીસ અધિક્ષક (SP) મનોજ સ્વર્ગિયારીએ ઘટનાના બીજા જ દિવસે એક વિશેષ તપાસ ટુકડી(SIT) ની રચના કરી હતી. શનિવારે એસઆઈટીએ પોતાનો અહેવાલ સોંપ્યો હતો, જેના આધારે કાર્યવાહી કરીને સસ્પેન્ડેડ સબ-ઇન્સ્પેક્ટર મનોજ સાહુ અને કોન્સ્ટેબલ સંતોષ રાય સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકે આ મામલે નિષ્પક્ષ તપાસ અને તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે
પોલીસ સ્ટેશનની અંદર બનેલી આ અમાનવીય ઘટનાને લઈને ઝારખંડનું રાજકારણ ગરમાઈ ગયું છે. ઝારખંડના પૂર્વ મંત્રી અને કોડરમાથી ભાજપના ધારાસભ્ય નીરા યાદવે આ મામલે હેમંત સોરેન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ માત્ર એક મહિલા વિરુદ્ધનો અપરાધ નથી પરંતુ સમગ્ર પોલીસ વ્યવસ્થા અને રાજ્ય સરકારની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરે છે. ભાજપે પીડિતાને વહેલી તકે ન્યાય અપાવવાની અને કાયદો-વ્યવસ્થા સુધારવાની માંગ કરી છે.
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. બેંગલૂર સ્થિત બીઈએમએલ (BEML) પ્લાન્ટમાં નિર્માણ પામી રહેલી આ ટ્રેનને ભારતીય હવામાન અને દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. આ ટ્રેનની મહત્તમ ટેસ્ટ સ્પીડ ૨૮૦ કિમી પ્રતિ કલાક અને નિયમિત સંચાલન દરમિયાનની ઝડપ ૨૪૯ કિમી પ્રતિ કલાક રહેશે. આશરે સ૦૨ મીટર લાંબી આ ટ્રેનમાં કુલ આઠ કોચ હશે. તેમાં ચાર મોટર કાર અને ચાર ટ્રેલર કારનો સમાવેશ થાય છે. એક સાથે કુલ ૫૫૭ મુસાફરો મુસાફરી કરી શકશે.
આઠમાંથી સાત કોચ સ્ટાન્ડર્ડ ક્લાસના અને એક કોચ એક્ઝિક્યુટિવ ક્લાસનો હશે. દિવ્યાંગ મુસાફરો માટે બે વિશેષ બેઠકોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. બુલેટ ટ્રેનમાં મુસાફરોની સુવિધા અને આરામને ધ્યાનમાં રાખીને અનેક આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમાં આરામદાયક બેઠકો સાથે પગ લાંબા કરીને બેસી શકાય તેવી પૂરતી જગ્યા, સામાન રાખવા માટે રેક્સ અને મોટા બેગ માટે અલગ સ્ટેન્ડ હશે. મોબાઈલ ફોન અને લેપટોપ ચાર્જ કરવા માટે પાવર સોકેટની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. દરેક સીટની હરોળ પાસે પહોળી બારીઓ હશે. કોચમાં એલઈડી લાઇટિંગ અને આધુનિક બાયોડાઈજેસ્ટર ટોઈલેટ લગાવવામાં આવશે.
મુસાફરોને એલસીડી ડિસ્પ્લે મારફતે હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં જરૂરી માહિતી આપવામાં આવશે. ટ્રેનમાં જાહેરાત પ્રણાલી ઉપરાંત કટોકટીની સ્થિતિમાં મુસાફરો ટ્રેનના કર્મચારીઓ સાથે સીધો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા પણ હશે.
વાઈ-ફાઈની મદદથી મુસાફરો અગાઉથી લોડ કરવામાં આવેલી મનોરંજન સામગ્રીનો પણ આનંદ માણી શકશે. દિવ્યાંગ મુસાફરો સરળતાથી ટ્રેનમાં ચઢી-ઊતરી શકે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટ્રેનના ફલોરની ઊંચાઈ પ્લેટફોર્મની સપાટી જેટલી જ રાખવામાં આવી છે, દરવાજા પર ઓટોમેટિક ફૂટસ્ટેપ્સ હશે, જેથી ટ્રેનમાં પ્રવેશ અને બહાર નીકળવામાં સરળતા રહે. વ્હીલચેરનો ઉપયોગ કરતા મુસાફરો માટે પહોળા દરવાજા અને વિશેષ ટોઇલેટની સુવિધા હશે. દ્રષ્ટિહીન મુસાફરોની સુવિધા માટે બ્રેઇલ લિપિમાં માહિતી આપતાં બોર્ડ પણ લગાવવામાં આવશે.
ટ્રેનના દરેક કોચમાં બે એચવીએવી (HVAV) યુનિટ લગાવવામાં આવશે. આ યુનિટ બહારના તાપમાન પ્રમાણે કોચની અંદર ઠંડક અને ભેજનું યોગ્ય પ્રમાણ જાળવી રાખશે. ટ્રેનમાં અવાજનું પ્રમાણ ઘટાડવા માટે કોચની બોડી અને ફલોરમાં સાઉન્ડ ઇન્સ્યુલેશનની વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રેનનો આગળનો ભાગ પણ ખાસ એરોડાયનેમિક ડિઝાઈનથી તૈયાર કરવામાં આવ્યો છે, જેથી વધુ ઝડપે દોડતી વખતે તેમજ સુરંગમાં પ્રવેશ કરતી વખતે હવાના દબાણ અને અવાજની અસર ઓછી થાય. આમ, ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન માત્ર હાઈસ્પીડ પરિવહનનું નવું માધ્યમ જ નહીં, પરંતુ મુસાફરોની સુરક્ષા, આરામ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતું આધુનિક રેલવે મોડેલ પણ બની રહેશે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
