તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
લવલી યુનિવર્સિટીમાં દુષ્કર્મ અને આત્મહત્યાની અફવાએ મચાવ્યો હાહાકાર: ૨૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર તોડફોડ અને આગચંપી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ખોટી અફવાને કારણે જાલંધર નેશનલ હાઈવે પર સર્જાયો ભારે ચક્કાજામ, વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ નિયંત્રણમાં

જાલંધર : પંજાબના જાલંધર ખાતે આવેલી પ્રખ્યાત 'લવલી પ્રોફેસનલ યુનિવર્સિટી' (LPU)માં શનિવારે મોડી રાત્રે અચાનક ભારે હિંસક વિરોધ પ્રદર્શન અને હોબાળો મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સેંકડો વિદ્યાર્થીઓ કેમ્પસમાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા, જેના કારણે જાલંધર નેશનલ હાઈવે પર કલાકો સુધી ભારે ચક્કાજામ સર્જાયો હતો અને રવિવારે સવારે પણ યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર વિદ્યાર્થીઓએ ધરણા ચાલુ રાખ્યા હતા.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો આરોપ છે કે કેમ્પસમાં એક વિદ્યાર્થીની સાથે કથિત દુષ્કર્મની ઘટના બની હતી અને તેને ઘરે મોકલી દેવાયા બાદ તેણે માનસિક આઘાતમાં આત્મહત્યા કરી લીધી હતી, તેમજ પ્રશાસન મામલો દબાવી રહ્યું છે. આ આક્રોશ વચ્ચે LPUના રજિસ્ટ્રાર ડૉ. મોનિકા ગુલાટીએ દુષ્કર્મની વાતને સખત શબ્દોમાં નકારી કાઢીને તેને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા નુકસાન પહોંચાડવાનું એક સુઆયોજિત ષડયંત્ર ગણાવ્યું હતું.
SSP ગૌરવ તૂરાના જણાવ્યા મુજબ પોલીસને આ ઘટનાની પુષ્ટિ કરતો કોઈ પુરાવો કે ફરિયાદ મળી નથી, છતાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ભારે તોડફોડ કરી બારીઓના કાચ તોડ્યા, ઈંટો ફેંકી અને કેટલાક ભાગોમાં આગ ચાંપી દીધી હતી. અંદાજે ૨,૦00 વિદ્યાર્થીઓએ ગર્લ્સ હોસ્ટેલ પાસેથી આ પ્રદર્શન શરૂ કર્યું હતું અને નેશનલ હાઈવે ઘેરી લીધો હતો, જોકે પોલીસે હવે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી છે.
અગાઉ પણ શૈક્ષણિક સંકુલોમાં સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને કારણે આ પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાના બનાવો બન્યા છે, ત્યારે હાલ પોલીસ પ્રશાસન દ્વારા તોડફોડ અને અફવા ફેલાવનારા તત્વો સામે કડક તપાસ હાથ ધરીને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
