<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

દરેક વોર્ડનો ટનાટન વિકાસઃ મેટ્રો સિટીનો સંકલ્‍પ

મ્‍યુનિસિપલ ચૂંટણી જંગ જીતવા ભાજપે જાહેર કર્યુ સંકલ્‍પ પત્ર : નવા સાઉથ ઝોનની રચના, મેટ્રો ટ્રેન દોડાવવા યોજના, દરેક વોર્ડમાં પુસ્‍તકાલય અને ઝોનદીઠ મીની હોસ્‍પીટલ : પ્રજાજનોને કરવેરામાં રાહત અને પ્રોત્‍સાહક યોજનાઓઃ સોલાર ઉર્જા વપરાશકારોને ટેકસમાં રાહતઃ નવુ ઓપન એર થીયટેર અને કન્‍વેન્‍શન સેન્‍ટર બનાવવાનું વચનઃ સંકલ્‍પ પત્રએ અમારા માટે ગીતાના ગ્રંથ બરાબર : જીતુભાઇ વાઘાણી

રાજકોટની પાંચ વર્ષની વિકાસ યાત્રાઃ ભાજપનો ચૂંટણી ઢંઢેરો : રાજકોટઃ આગામી ર૬ એપ્રિલના રોજ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે, ત્‍યારે ભાજપ દ્વારા આજે રાજકોટ માટે શહેરની પ-સ્‍ટાર ઇમ્‍પીરીયલ પેલેસ હોટલમાં પ્રદેશ મહામંત્રી અનિરૂધ્‍ધભાઇ દવે, પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્‍તે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્‍યો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મહામંત્રીઓ વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગરાજસિંહ જાડેજા, ધારાસભ્‍યો ઉદયભાઇ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા તથા ભાનુબેન બાબરીયા તથા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)(૬.૧ર)

રાજકોટ,તા.૧૬ :  સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્‍યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે પોતાનો ચૂંટણી સંકલ્‍પ પત્ર વિધિવત રીતે જાહેર કરવામાં આવ્‍યો છે. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂધ્‍ધ દવે, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપના વિઝનને રજૂ કરતા જણાવ્‍યું હતું કે, ભાજપ માટે આ સંકલ્‍પ પત્ર માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ અમારા માટે ગીતાના પવિત્ર ગ્રંથ સમાન છે, જેનું અક્ષરશઃ પાલન કરવામાં આવશે. મેટ્રો સિટી અને મેટ્રો ટ્રેનનું સ્‍વપ્ન, કરવેરામાં રાહત, ઝોનવાઇઝ મીની હોસ્‍પીટલ સહિતની સુવિધાનો દાવો કરવામાં આવ્‍યો છે.

ભાજપના આ ચૂંટણી ઢંઢેરામાં સૌથી મોટું આકર્ષણ રાજકોટને મેટ્રો સિટી બનાવવાનું છે. શહેરીજનોને ટ્રાફિકની સમસ્‍યામાંથી મુક્‍તિ આપવા અને પરિવહનને આધુનિક બનાવવા માટે રાજકોટમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની મહત્‍વકાંક્ષી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટના માળખાગત વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો દાવો પણ કરવામાં આવ્‍યો છે. રાજકોટમાં સુવિધાજનક મેટ્રો ટ્રેન ઙ્કોજેક્‍ટની અમલવારી. રાજકોટને સ્‍માર્ટ અને મેટ્રો સિટીની સુવિધાઓથી સજ્જ કરવું. જે કહીએ છીએ તે કરીએ છીએના મંત્ર સાથે ભાજપ મેદાને. શિક્ષણ, આરોગ્‍ય અને પીવાના પાણીની વ્‍યવસ્‍થાઓને વધુ સુદ્રઢ બનાવવી.

જીતુભાઈ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપ હંમેશા વિકાસના મુદ્દે ચૂંટણી લડે છે અને રાજકોટની જનતા ફરી એકવાર ભાજપના આ શ્નસંકલ્‍પઙ્ખ પર મહોર મારશે તેવો અમને અતૂટ વિશ્વાસ છે તેમ જણાવ્‍યું હતું.

વધુમાં શ્રી વાઘાણીએ જણાવ્‍યું હતું  કે વર્ષ ૨૦૨૧માં રાજકોટ મહાનગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી યોજાયેલ. રાજકોટ મહાનગરપાલિકાની પાંચ વર્ષની મુદત દરમિયાન શહે૨માં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા હરવા-ફરવાના સ્‍થળો અને પર્યટન સ્‍થળો વિકસાવવા સહિતના અનેકવિધ લોકભોગ્‍ય કામો હાથ ધરીને શહેરીજનોને ભેટ આપવામાં આવેલ છે.

કયા કયા મુદાને પ્રાધાન્‍ય

ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો શહેરના સર્વાંગી વિકાસ માટે વચન આપે છે. શહેરના તમામ વર્ગને, તમામ રીતની સુવિધા મળે તેવું અત્‍યાધુનિક આયોજન અમે કર્યું છે જેની ઝલક ઓ મુજબ છે તેમ સૌને પૂરતું અને શુદ્ધ પાણી શહેરનો વ્‍યાપ સતત વધતો જાય છે, ત્‍યારે આવનારા સમયમાં શહેર અને આસપાસના વિસ્‍તારોમાં વસવાટ કરી રહેલા લોકોને સમયસર અને પૂરતું પાણી મળી રહે તે માટે આગોતરું આયોજન છે. અગાઉ આપેલા વચન મુજબ રાજકોટ પાણીકાપ મુક્‍ત બન્‍યું છે. સૌની યોજના થકી રાજકોટને દ૨૨ોજ ૨૦ મિનિટ પાણી મળે છે.

રાજકોટને મેટ્રો સિટી બનાવવા ક્રમબદ્ધ આયોજન મેટ્રો સિટીની હરોળમાં આગળ ધપતાં રાજકોટનું માળખું વધુ મજબૂત બનાવીશું. મેટ્રો સિટી માટે જરૂરી તમામ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઊભું કરવાની અમારી નેમ છે.

 દરેક વોર્ડમાં સમાન બગીચા, સમાન હોલ કે વાડી. રસ્‍તાની આધુનિક રચના અને સ્‍ટ્રીટલાઈટની અદ્યતન સુવિધા બધું સમાન ધોરણે પ્રસ્‍થાપિત થશે.

ટ્રાફિક મેનેજમેન્‍ટ અને રસ્‍તાઓનો વિકાસ રાજકોટ શહે૨નો કૂદકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે અને વિસ્‍તારો તથા વાહનો ચલાવનારાની સંખ્‍યા પણ વધી રહી છે. ટ્રાફિક સમસ્‍યાના ઉકેલ માટે શહેર પોલીસ સાથે સંકલન કરીને સિગ્નલોની સંખ્‍યામાં વધારો કરી, ૨૨તાની પહોળાઈ પણ વધારવાનું આયોજન થશે.

રાજકોટમાં મેટ્રો ટ્રેન રાજકોટમાં મેટ્રો ટ્રેન દોડાવવા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર સમક્ષ પ્રસ્‍તાવ મૂડી આ પ્રોજેક્‍ટ ઝડપથી અમલી બને તેવા સઘન પ્રયાસો કરવામાં આવશે.

સ્‍વસ્‍થ રાજકોટ અને ઝોન દીઠ મિનિ હોસ્‍પિટલ રાજકોટવાસીઓની સુખાકારી જળવાઈ રહે અને લોકો તંદુ૨૨ત જીવન જીવી શકે તે માટે યોગ્‍ય સુવિધા અને સ્‍વસ્‍થ વાતાવરણ ઊભું કરવામાં આવશે. શહેરમાં પ્રથમ તબક્કામાં ઝોનદીઠ એક-એક મિનિ હોસ્‍પિટલ શરૂ કરી લોકોને વિનામૂલ્‍યે ઓપરેશન (સર્જરી) સહિતની તબીબી સારવાર ઉપલબ્‍ધ કરાવવાનું આયોજન છે. જ્‍યાં દર્દીઓ દાખલ પણ થઈ શકશે અને નાના ઓપરેશન પણ થઈ શકશે.

ઓનલાઈન વધુ સુદઢ બનશે. ભવિષ્‍યમાં લાઈબ્રેરી, સિટી બસ અને બીઆરટીએસની ટિકિટ, ઉપરાંત પ્રાણી સંગ્રહાલય, રામવન, ગાંધી મ્‍યુઝિયમ જેવા સ્‍થળોની ટિકિટ ઓનલાઈન સ૨ળતાથી મળી જાય અને સહેલાણીઓએ લાઈનમાં ઊભા રહેવું જ ન પડે તેવી ૨માર્ટ સુવિધા ઉપલબ્‍ધ કરાશે.

આ ઉપરાંત કરવેરામાં રાહત અને પ્રોત્‍સાહક યોજનાઓમાં સિનિયર સિટિઝન્‍સ માટે વિશેષ રાહત સિનિયર સિટિઝનના નામે નોંધાયેલા મકાનના મિલકતવેરામાં ભરવાપાત્ર થતાં વેરામાં ૨ ટકા વિશેષ વળતર આપવામાં આવશે. સોલાર ઊર્જા વપરાશકર્તાઓને કરરાહત રાજકોટના લોકો સોલાર ઊર્જા (સૌર ઊર્જા) થકી વીજબચત કરે તે માટે પ્રોત્‍સાહન આપવા તેમજ ગ્રીન એનર્જીનો વપરાશ વધારવા, સોલાર ઊર્જાનો વપરાશ ક૨તા લોકોને મિલકત વેરામાં રાહત આપવાની દિશામાં હકારાત્‍મક વિચારણા કરવાનું આયોજન છે. તેમજ  વ્‍યાપાર-ઉદ્યોગ અને રહેણાક એકમોને પ્રોત્‍સાહન કોઈ પણ શહેરની કરોડરજ્જુ તેનો વ્‍યાપાર, ઉદ્યોગ અને રહેણાક મિલકતો હોય છે, ત્‍યારે આ એકમોને વેરામાં રાહત આપવાની દિશામાં ખાસ આર્થિક પ્રોત્‍સાહક યોજના લાવીને તેનો કડક અમલ કરવાનું આયોજન સહિતના મુદાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. (૪.૧૧)

ર૦ર૬ થી રાજકોટના વિકાસનો એક નવો સુવર્ણ અધ્‍યાય શરૂ થશે

રાજકોટઃ આજે ભાજપના સંકલ્‍પ પત્ર જાહેર કરવા પ્રસંગે ઉપસ્‍થિત જીતુભાઇ વાઘાણીએ જણાવેલ હતું કે, વર્ષ ૨૦૨૬માં યોજાઈ રહેલી મહાનગ૨પાલિકાની ચૂંટણીમાં ભાજપ જીતશે જ.... અમને રાજકોટની પ્રજા ઉપર અતૂટ વિશ્વાસ છે કે તેઓ સદૈવ વિકાસની સાથે, ભાજપની સાથે જ છે. એટલે ૨૦૨૬થી રાજકોટના વિકાસનો એક નવો સુવર્ણ અધ્‍યાય શરૂ થશે. દેશના યશસ્‍વી વડાપ્રધાન, વિશ્વસ્‍તરના નેતા નરેન્‍દ્રભાઈ મોદીએ દેશને ૨૦૪૭માં વિકસિત ભારત બનાવવાનું એક ભવ્‍ય ધ્‍યેય પ્રજાને આપ્‍યું છે અને દેશ એ દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા પણ હવે પછીના પાંચ વર્ષમાં આ વિકસિત ભારતનો મજબૂત પાયો નાંખવામાં, તે સપનું સાકા૨ ક૨વામાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા મક્કમ છે તેમ મંત્રીએ જણાવ્‍યું હતું.

(3:05 PM IST)