<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

બિહારમાં લાંચના પૈસા ઉંદરોએ કોતરી ખાધાઃ સુપ્રીમ પણ ચકિત

પુરાવાનો નાશ થતાં દોષિત મહિલા અધિકારીની ચાર વર્ષની સજા સ્‍થગિત

નવી દિલ્‍હી,તા.૨૭: બિહારમાં ભ્રષ્ટાચારના કેસમાં જપ્ત કરાયેલી ચલણી નોટો ઉંદરો કોતરીને ખાઈ ગયા હોવાની માહિતી બહાર આવતા સુપ્રીમ કોર્ટ પણ આヘર્યચકિત થઈ ગઈ હતી. સર્વોચ્‍ચ અદાલતે આ મામલે ગંભીર ચિતા વ્‍યક્‍ત કરી જણાવ્‍યું હતું કે આવા પ્રકારના ગુનામાં જપ્ત કરાયેલી કેટલી ચલણી નોટોનો આવી રીતે નાશ થતો હશે તેની તે વિચારણા કરશે.

ભ્રષ્ટાચારના કેસમાં બાળ વિકાસ પ્રોગ્રામ અધિકારીની અરજીની સુનાવણી કરતા ખંડપીઠ સમક્ષ આ મામલો ઉભો થયો હતો. આ મહિલા અધિકારીને પટણા હાઇકોર્ટે લાંચ કેસમાં ચાર વર્ષની સજા ફટકારી હતી. ૨૦૧૪માં આ મહિલા અધિકારીએ રૂ.૧૦,૦૦૦ની લાંચ લીધી હોવાનો આરોપ હતો.

સુપ્રીમ કોર્ટે આ મહિલા અધિકારીને જામીન આપીને તેની સજાને મોકૂફ રાખી હતી. અગાઉ સર્વોચ્‍ચ અદાલતે તેના વધુ આદેશ સુધી આત્‍મસમર્પણ કરવામાંથી મુક્‍તિ આપી હતી. ગયા વર્ષના ફેબ્રુઆરીના હાઇકોર્ટના ચુકાદાના એક ફકરાનો ઉલ્‍લેખ કરી ખંડપીઠે જણાવ્‍યું હતું કે અમે એવી બાબત પર પણ ધ્‍યાન આપ્‍યું છે, જેને  અવગણવી ન જોઈએ.

હાઇકોર્ટના ચુકાદામાં નોંધવામાં આવ્‍યું હતું કે ‘માલખાના' (પોલીસ સ્‍ટોરેજ ફેસિલિટી)ની અયોગ્‍ય સ્‍થિતિને કારણે જપ્ત કરાયેલી ચલણી નોટો ઉંદરો કોતરીને ખાઈ ગયા હતાં. ૨૪ એપ્રિલના આદેશમાં સર્વોચ્‍ચ અદાલતે જણાવ્‍યું હતું કે અમને આヘર્ય થાય છે કે ઉંદરોએ ચલણી નોટો ખાઈ ગયા છે.

અમને સવાલ થાય છે કે સુરક્ષિત જગ્‍યાએ રાખવામાં ન આવતા આવા પ્રકારના ગુનામાં જપ્ત કરાયેલી કેટલી ચલણીનો આવી રીતે નાશ થાય છે. આ રાજ્‍ય માટે એક મોટું મહેસૂલ નુકસાન છે. મુખ્‍ય મામલો સુનાવણી માટે લેવામાં આવશે ત્‍યારે અમે તે આ મુદ્દા પર વિચારણા કરીશું.

પટણા હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. હાઇકોર્ટે મહિલાને દોષિત ઠેરવી હતી. ખંડપીઠે નોંધ્‍યું હતું કે ટ્રાયલ કોર્ટે અરજદારને તમામ આરોપોમાંથી મુક્‍ત કર્યાં હતા,  જેના પગલે સરકારે હાઇકોર્ટ અપીલ કરી હતી

(10:45 AM IST)