<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

મહાદેવ બેટિંગ એપ કૌભાંડના અન્ય એક મુખ્ય આરોપી રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ

રવિ ઉપ્પલ મહાદેવ બેટિંગ એપના સહ-સ્થાપક :સૌરભ ચંદ્રાકરના ઓમાનથી ભારત પ્રત્યાર્પણના થોડા દિવસો પછી વધુ એક મોટો આરોપી પકડાયો

નવી દિલ્હી : દેશભરમાં બહુચર્ચિત  મહાદેવ બેટિંગ એપ કૌભાંડના અન્ય એક મુખ્ય આરોપી રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. સૌરભ ચંદ્રાકરના ઓમાનથી ભારત પ્રત્યાર્પણના થોડા દિવસો પછી જ આ ઘટના બની છે. ભારતીય એજન્સીઓને બિનસત્તાવાર સ્ત્રોતો દ્વારા ધરપકડની જાણ થઈ હતી. યુએઈએ હજુ સુધી ભારતને સત્તાવાર રીતે જાણ કરી નથી. ED અને CBI હવે રવિ ઉપ્પલને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવા માટે કામ કરી રહ્યા છે. રવિ ઉપ્પલ મહાદેવ બેટિંગ એપના સહ-સ્થાપક છે

(7:30 PM IST)