<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

RBIનો કડક નિર્ણય: લોન ડિફોલ્ટરોની જપ્ત કરાયેલી મિલકત હરાજી બાદ હવે મૂળ ડિફોલ્ટર કે તેના સંબંધીઓને પરત વેચી શકશે નહીં : બેન્કો અને NBFC માટે નવી માર્ગદર્શિકા જાહેર

હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા લાવવા RBIની પહેલ : છેલ્લા સમયમાં ઓછા ભાવે મિલકત પરત સોંપવાના કિસ્સા વધતા લેવાયો નિર્ણય : તમામ અનુસૂચિત બેન્કો અને NBFC માટે નિયમ તાત્કાલિક અમલમાં

મુંબઈ, તા. 17  : લોન ન ભરનારા ગ્રાહકોની જપ્ત કરાયેલી મિલકતોના વેચાણમાં થતી ગેરરીતિને ડામવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ બેન્કિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. 

RBIએ તમામ અનુસૂચિત કોમર્શિયલ બેન્કો, સ્મોલ ફાઈનાન્સ બેન્કો અને NBFCને સર્ક્યુલર દ્વારા જાણ કરી છે કે *હરાજી દ્વારા વેચવામાં આવેલી મિલકત હવે મૂળ ડિફોલ્ટર, તેના પરિવારના સભ્યો, ભાગીદારો કે કંપનીના ડિરેક્ટરોને સીધી કે આડકતરી રીતે ફરીથી વેચી શકાશે નહી

છેલ્લા કેટલાક મહિનામાં RBIના ધ્યાનમાં એવું આવ્યું હતું કે કેટલીક બેન્કો અને નાણાકીય સંસ્થાઓ જપ્ત કરેલી મિલકતોની હરાજીના નામે ઔપચારિકતા પૂરી કરીને તે જ મિલકત ડિફોલ્ટરને ખૂબ જ ઓછા ભાવે પરત આપી દેતી હતી. 

આનાથી બેન્કોને નાણાકીય નુકસાન થતું હતું, સરકારી નાણાનો દુરુપયોગ થતો હતો અને હરાજીની સમગ્ર પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા હતા. આ ગેરરીતિને રોકવા માટે જ RBIએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

RBIની નવી માર્ગદર્શિકાની 3 મુખ્ય જોગવાઈઓ.સંપૂર્ણ પ્રતિબંધ: હરાજી પૂર્ણ થયા બાદ તે મિલકત કોઈપણ સંજોગોમાં ડિફોલ્ટર, તેના નજીકના સંબંધી, બિઝનેસ પાર્ટનર અથવા ડિરેક્ટરને વેચી શકાશે નહીં.લાગુ ક્ષેત્ર*: આ નિયમ દેશની તમામ અનુસૂચિત બેન્કો, સહકારી બેન્કો અને NBFC માટે ફરજિયાત રહેશે.પારદર્શિતા પર ભાર: હરાજીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક રીતે કરવાની રહેશે, જેથી યોગ્ય બજાર મૂલ્ય મળી શકે અને નવા રોકાણકારોને તક મળે.

નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી બેન્કિંગ સિસ્ટમમાં પારદર્શિતા વધશે અને બેન્કોને NPA વસૂલાતમાં મદદ મળશે. હવે જપ્ત મિલકતોનું વેચાણ ખરેખર જરૂરિયાતમંદ ખરીદદારોને જ થશે.

RBIએ બેન્કોને આ સૂચનાનો તાત્કાલિક અમલ કરવા અને તેનું કડકાઈથી પાલન કરવા સૂચના આપી છે. નિયમનો ભંગ કરનારી સંસ્થાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

(4:39 PM IST)