તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
નેપાળને ફરી બેઠું કરવા રૂ. ૪૫૦૦૦ કરોડની જરૂરઃ મૃત્યુઆંક ૧૪૦૦ને પાર
પ્રદુષણ ફેલાવતા દેશોને જવાબદાર ઠેરવી નેપાળે અંદાજીત ખર્ચ જાહેર કર્યો : પાંચ હજાર લોકો હજુ પણ ગુમ, ટનલમાંથી ૭૦ મીટર કાટમાળ કઢાયો, ફસાયેલા મજૂરો સુધી નેપાળ-તિબેટ સરહદે ૨૬મી પહોંચવા હજુ ૬૦ મીટર ખોદકામ કરવું પડશે

નવી દિલ્હી, તા. ૧૫: નેપાળમાં તાજેતરમાં આવેલા ભિષણ પૂરમાં મોટી જાનહાની થઈ હતી, સાથે જ આર્થિક રીતે પણ મોટું નુકસાન વેઠવુ પડયું છે. નેપાળના રેપિડ ડેમેજ એન્ડ નીડ્સ એસેસમેન્ટ દ્વારા નુકસાનનો અનુમાનીત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ આ નુકસાનીમાંથી નેપાળને ફરી ઉભુ કરવા માટે આશરે ૪૭૦ કરોડ ડોલર એટલે કે ૪૪૯૩૨ કરોડ ભારતીય રૂપિયાની જરૂર પડશે.
નેપાળ- તિબેટ સરહદે ૨૬મી ઓગસ્ટના રોજ ભારે પૂર આવ્યું હતું, ચીનના કબજાવાળ તિબેટમાં નબળા ડેમ તુટી પડતા નેપાળમાં આ તારાજી સર્જાઈ હતી. જેમાં આશરે ૧૪૦૦ લોકો માર્યા ગયા હતા જ્યારે પાંચ હજારથી વધુ લોકો ગૂમ રહ્યા હતા જેની હજુ પણ શોધખોળ ચાલી રહી છે, આશરે ૧૩૬૭૬ લોકોને રેસ્ક્યુ કરાયા છે. આ ઘટના માટે નેપાળે એવા દેશોને જવાબદાર ઠેરવ્યા છે કે જેઓ મોટા ઉધ્યોગોને કારણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, જેને કારણે હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યા છે અને તેથી પૂર આવી રહ્યા છે, નેપાળે આ દેશો પાસેથી નુકસાનીનું વળતર પણ માગ્યું છે. એવામાં નેપાળે પોતાને થયેલા નુકસાનમાંથી બહાર આવવા માટે થનારા અંદાજીત ખર્ચનો આંકડો જાહેર કર્યો છે. નેપાળે કહ્યું છે કે અનેક ઈમારતો અને પર્યાવરણને નુકસાન થયું છે.
નુકસાનીમાંથી બહાર આવવા માટેના ખર્ચના આ અંદાજીત રિપોર્ટમાં ૬૨૫ મિલિયન ડોલર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, એટલે કે કુદરતી આફતોના જોખમને ઘટાડવા માટેનું અનુમાન જાહેર કરાયું છે. જેમાં ૨.૩૧ મિલિયન ડોલર વહેલા વોર્નિગ આપતી સિસ્ટમ માટે અને ૬૨૩ મિલિયન ડોલર લાંબા ટર્મના કામકાજ માટે ખર્ચાશે તેવો દાવો કર્યો છે. નેપાળમાં પૂરને કારણે ચિલિમે હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છ ફસાયેલા મજૂરોને બચાવવા માટે ટનલમાંથી ૭૦ મીટરનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો હતો.
ભારતીય અને નેપાળી નિષ્ણાતોની ટીમ હાલ પણ કાટમાળ કાઢી રહી છે. હજુ પણ ૬૦૨ મીટરનો કાટમાળ કાઢવામાં આવશે ત્યારે પાવરહાઉસ સુધી પહોંચી શકાશે કે જ્યાં મજૂરો ફસાયેલા છે. બીજી તરફ ભારતે નેપાળને મદદ પુરી પાડવાનું શરૂ રાખ્યું છે, નેપાળમાં પુરમાં અનેક પુલ તુટી ગયા છે, નેપાળમાં અનેક પુલ તુટી ગયા છે, જેવન સ્થળેદ રેસ્ક્યૂ ધકામ કરવા માટે ભારતે બેલી બ્રીજના ઓજાશ્રો મોકલ્યા છે. મજબુત ઓજારોને ોલખંડનો મજબુતબ્રીજ તૈયાર કરવામાં આવશે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
