News of Thursday, 14th May 2026
મહત્વના સમાચારો ઝડપભેર વાંચી જાવ

* ખાંડના વધતા જતા ભાવોને અંકુશમાં લાવવા માટે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિના સુધી ખાંડની નિકાસ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે
* દિલ્હીમાં બ્રિક્સ સમિટનો પ્રારંભ, ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી સામેલ
* ઉત્તર પ્રદેશના મહાભયાનક વાવાઝોડામાં મૃત્યુ આંક વધીને ૭૦ ઉપર પહોંચ્યો છે, ઘાયલોની સંખ્યા મોટી છે, સૌથી વધુ પ્રયાગરાજમાં ૧૭, ભદોહીમાં ૧૧, ફતેહપુરમાં ૭, મીરજાપુરમાં ૬, ઉનાવમાં છ અને બદાયૂંમાં પાંચના મોત થયા છે, અન્ય ૩ જિલ્લાઓમાં ૧૦થી વધુ મોત થયા છે
* આવતા ૪૮ કલાકમાં આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થવાની પુરી સંભાવના: હવામાન ખાતાનો વર્તારો
* અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પહોંચ્યા છે જ્યાં તેમને ભવ્ય ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ:
* ઇરાકમાં ઈરાની વિપક્ષી કેમ્પ ઉપર ડ્રોનથી હુમલો થયો છે
* ચૂંટણી સમયેના દારૂ અંગેના કેસમાં વડોદરા કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
