<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

મહત્વના સમાચારો વાંચી જાવ ફટાફટ...

*દિલ્હીમાં યોજાઈ રહેલા ઐતિહાસિક બ્રિક્સ શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી લઈને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સુધીના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિએ અમેરિકા અને યુરોપના દેશોને આશ્ચર્યચકિત કરી દીધા છે.આ દરમિયાન બ્રિક્સ સંમેલનની એક એવી તસવીર સામે આવી છે, જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે.સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાનનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા.

*બેલારુસ ગણરાજ્યના વિદેશમંત્રી મેક્સિમ રિઝેન્કોવ બ્રિક્સ શિખર સંમેલન-૨૦૨૬માં ભાગ લેવા ભારત પહોંચ્યા.

*આજથી ભારત નવી દિલ્હીમાં બે દિવસીય બ્રિક્સ શિખર સંમેલનની યજમાની કરશે.

* ઇન્ડોનેશિયાના જાવા ટાપુમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

* ચેન્નઈમાં મુખ્યમંત્રી વિજયનાં નિવેદનોના વિરોધમાં આજે દ્રવિડ મુનેત્ર કઝગમ દ્વારા દેખાવો યોજાશે.

* કોંગોમાં ઇબોલા રોગચાળાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૭,૦૦૦ને પાર પહોંચી.

* ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવવા રવાના થયા.

 

(9:28 AM IST)