<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

મહત્વના સમાચારો ઝડપથી વાંચી જાવ

*અમદાવાદના ધોળકામાં જળપ્રલય: ૨૪ કલાકમાં ૨૨ ઈંચ વરસાદથી જનજીવન ઠપ

*અમરેલી: શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. રૌદ્ર સ્વરૂપ,  શેત્રુંજી અને સાતલડી નદીના સંગમ સ્થાને ધસમસતો પ્રવાહ

*નવસારી પાસે અંબિકા નદી સતત ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે

*અમરેલીના લીલીયા નજીક રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ, સ્ટેશન પાસે ટ્રેક પર બે-ત્રણ ફૂટ પાણી ભરાયા, ધોધમાર વરસાદથી રેલવે વ્યવહાર પર અસર.

*અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ૩૬ કલાકમાં ૬ થી ૨૨ ઈંચ વરસાદ પડ્યો, ૧૨૬ સોસાયટીમાં પાણી ફરી વળ્યા, પાણી કાઢવા ૪0 પંપ અવિરત ચાલુ

*સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ સહિત ૧૧ જિલ્લામાં સાંજે ૭ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ: અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

*અમદાવાદ સહિત ૧૧ જિલ્લામાં સાંજે સાત સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ: કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદમાં રેડ એલર્ટ, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં પણ રેડ એલર્ટ,

*સાબરકાંઠા, ગાંધીનગર, મોરબીમાં રેડ એલર્ટ, સુરેન્દ્રનગરમાં પણ ૭ વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર, રાજ્યના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ..

*ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એક જ વાત: જવાબ માટે કેન્દ્ર સરકારે શનિવારે બપોર સુધીનો સમય માગ્યો

*સીજેપી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ, સરકારે શનિવાર બપોર સુધીનો સમય માંગ્યો

*ટાટા સુમો ઉપર પહાડ  તૂટી પડતા ૧૩ના મોત

*હિમાચલમાં ચાલતી ટાટા સુમો પર પહાડ તૂટીને પડ્યો: કાટમાળમાં દબાઈને ૧૩ ના મોત, ૨ ગંભીર, મૃતકોમાં ૬ મહિનાની બાળકીનો પણ સમાવેશ

*સુરત નવસારીમાંથી છ મૃતદેહો મળ્યા ઈડરમાંથી એક મૃતદેહ

*અમદાવાદ: ભારે વરસાદના પગલે સર્જાયેલ દુર્ઘટનાઓમાં સુરત-નવસારીમાંથી ૬ મૃતદેહ મળ્યા, ઇડરમાં બાઇક તણાતાં એક યુવક ગુમ;

* અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ આગામી ૨૪ કલાક સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના

 

* અમદાવાદમાં આવતીકાલે શનિવારે પણ શાળા કોલેજો બંધ રહેશે: ભારે વરસાદને લીધે અમદાવાદ કલેક્ટરએ રજા જાહેર કરી

 

* ખેડા જિલ્લાના નડિયાદમાં ૧૮ ઈંચથી વધુ વરસાદ. નીચાણવાળા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી જતા મોટું  નુકસાન

 

* દિલ્હી - મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો: ભારે વરસાદને લીધે રેલ્વે ટ્રેક પાણીમાં

 

* કોકરોચ આંદોલનથી ટેન્શનમાં ભાજપ, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાન નહીં હટે : પ્રોટેસ્ટ પર પહેલી વખત મીટિંગ, ભાજપ નેતાઓને આદેશ- ૩ દિવસમાં બધું સાફ કરો

 

* અમદાવાદની સેન્ટાસ સોસાયટી પાણીમાં ગરકાવ, ટ્રેક્ટર ફેલ થતાં જેસીબી લઈને પહોંચી લશ્કર અને એએમસીની ટીમ

 

* અમદાવાદમાં વરસાદી પાણી ભરાતા મેયર હિતેશ બારોટ ટ્રેક્ટર ચલાવીને લોકો વચ્ચે પહોંચ્યા

 

* અમદાવાદના ધોળકામાં મુશળધાર વરસાદ. ધોળકા હાઈવે ઉપર પાણી ભરાતા હાલાકી.  વાહનોની કતારો લાગી. વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે વાહનો ફસાઈ ગયા

(5:45 PM IST)