<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

મહત્વના સમાચારો વાંચી જાઓ ફટાફટ

ગુજરાત માટે આગામી 4 દિવસ આફત સમાન છે. આગામી 31 જુલાઈથી 2 ઑગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરુચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

નેપાળના સુનસરી જિલ્લાના દેવાનગંજ અને કપ્તાનગંજ વિસ્તારમાં બોલબમ (કાંવડ) યાત્રા દરમિયાન શરૂ થયેલી કોમી હિંસા હવે દેશના અન્ય ઘણા શહેરોમાં ફેલાઈ ગઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી હિંસા, તોડફોડ, પથરાવ, આગજની અને પોલીસ સાથેના ઘર્ષણે કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે 6થી વધુ શહેરોમાં અનિશ્ચિત મુદતનો કરફ્યુ લાદી દીધો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સેનાને હેલિકોપ્ટર સાથે મોરચો સંભાળવાની ફરજ પડી છે.

 

હિંસામાં 3 લોકોના મોત અને અનેક ઘાયલ

 

આ હિંસક ઝઘડાઓ અને પોલીસ ગોળીબારમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ડઝનબંધ લોકો ગોળી વાગવાથી અને પથરાવમાં ઘાયલ થયા છે. ઘાયલોમાં પ્રદર્શનકારીઓ, સ્થાનિક નાગરિકો અને સુરક્ષાકર્મીઓ પણ સામેલ છે. તોફાનીઓએ સરકારી અને ખાનગી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે તેમજ ડઝનબંધ વાહનો અને દુકાનોને સળગાવી દીધી છે.

 

 

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલી કરવાની સત્તાઓ હવે સીધી સંબંધિત જિલ્લા કલેક્ટરને પણ સોંપવામાં આવી છે. જ્યારે, જે તે ખાતાના વડાની બદલીઓ અંગેની મૂળ સત્તા યથાવત રહેશે.

 

અરજદારોના કામો લંબાતા હોવાથી નિર્ણય

 

રાજ્યમાં જિલ્લા કક્ષાએ મહેસૂલી તંત્રનું સંપૂર્ણ દેખરેખ અને સંકલન કલેક્ટરઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાથી અરજદારોના કામો લંબાતા હતા. હવે રાજ્ય સરકારે કલેક્ટર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં બદલીની સત્તાઓ સોંપતો નિર્ણય કર્યો છે.

 

 

ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સામે ચીનની સરહદે ચીની વાયુસેનાની મોટી હલચલ સામે આવી છે. સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો થયો છે કે ચીને ભારતીય સરહદ તરફ તેના બે એરબેઝ પર ઓછામાં ઓછા 12 અત્યાધુનિક J-20 સ્ટીલ્થ ફાઇટર જેટ તહેનાત કર્યા છે. તાજેતરના વર્ષોમાં સરહદ નજીક ફિફ્થ જનરેશન સ્ટીલ્થ વિમાનોનો આ સૌથી મોટો જમાવડો માનવામાં આવી રહ્યો છે.

 

'વાન્ટોર' (Vantor) નામની કોમર્શિયલ સેટેલાઇટ ફર્મ દ્વારા લેવાયેલી આ તસવીરોમાં પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ (PLAAF) દ્વારા શિનજિયાંગના હોટાન એરબેઝ અને તિબેટના દામક્ષુંગ એરબેઝ પર આ વિમાનો તહેનાત કરાયેલા દેખાય છે.

 

ક્યાં કેટલા વિમાનો તહેનાત કરાયા?

 

હોટાન એરબેઝ (શિનજિયાંગ): 9 જુલાઈની તસવીરો અનુસાર, શિનજિયાંગ ઉઇઘુર સ્વાયત્ત વિસ્તારમાં આવેલા આ નાગરિક અને લશ્કરી (દ્વાર-ઉપયોગી) એરબેઝના ટારમેક (રન-વે) પર 8 J-20 ‘માઇટી ડ્રેગન’ સ્ટીલ્થ ફાઇટર પાર્ક કરેલા જોવા મળ્યા હતા. હોટાન એરબેઝ ઉત્તર લદાખમાં આવેલી ભારતીય વાયુસેનાની દૌલત બેગ ઓલ્ડી (DBO) નામની ફોરવર્ડ પોસ્ટ (સેનાની ચોકી) આશરે 245 કિ.મી. અને લેહથી આશરે 389 કિમી દૂર આવેલું

(7:15 PM IST)