News of Saturday, 2nd May 2026
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ

*તમારા મોબાઈલમાં અચાનક સાયરન વાગે તો ગભરાતા નહીં: આજે દેશભરમાં ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ, તમામ મોબાઈલ પર ઈમરજન્સી મેસેજ મોકલાશે : આજે દેશભરના તમામ મોબાઈલ વપરાશકર્તાઓને એક નવો અનુભવ થશે. સરકારી વિભાગો અને આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા આજે દેશવ્યાપી ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે યુઝર્સના મોબાઈલ પર અચાનક જોરદાર સાયરન વાગશે અને ઈમરજન્સી ફ્લેશ મેસેજ દેખાશે. આ માત્ર એક ટેસ્ટિંગ પ્રક્રિયા હોવાથી નાગરિકોને ગભરાવાની જરૂર નથી.
*યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત લથડતા લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ: શરીરમાં સોડિયમ ઘટતા બેભાન થયા, વડાપ્રધાન મોદીએ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી : ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય અચાનક બેભાન થઈ જતા તેમને તાત્કાલિક લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.રિપોર્ટ્સ મુજબ, શરીરમાં સોડિયમનું સ્તર ઘટી જવાથી આ ઘટના બની હતી. હાલ નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેઓ ખતરાથી બહાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
*ગેસોલિન અત્યંત મોંઘુ થઈ ગયું છે પણ ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવું વધુ જરૂરી: જો ઈરાન પાસે ન્યુક્લિયર વેપન આવશે તો આખી દુનિયા મોટા સંકટમાં મુકાશે: અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ : બજારમાં ૧૨૬ ડોલરની સપાટીએ પહોંચેલા ક્રૂડ ઓઈલના ભાવો વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું કે ગેસોલિન - પેટ્રોલ, ડીઝલ અત્યંત મોંઘુ થઈ ગયું છે, પરંતુ તેમની પ્રાથમિકતા ઈરાનને કોઈપણ ભોગે ન્યુક્લિયર વેપન મેળવતું અટકાવવાની છે. ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઈરાનના હાથમાં પરમાણુ હથિયારો આવશે, તો સમગ્ર વિશ્વ અતિ ગંભીર ખતરામાં મુકાઈ જશે.
*પશ્ચિમ બંગાળમાં કડક સુરક્ષા વચ્ચે દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના ૧૫ બૂથ પર ફરી મતદાન શરૂ:મગરાહાટ પશ્ચિમના ૧૧ અને ડાયમંડ હાર્બરના ૪ બૂથ પર મતદારોની લાંબી કતારો : ચૂંટણી પંચના આદેશ બાદ આજે પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના ૧૫ બૂથ પર કડક સુરક્ષા વચ્ચે ફરી મતદાન થઈ રહ્યું છે. હિંસાની ફરિયાદો બાદ મગરાહાટ પશ્ચિમના ૧૧ અને ડાયમંડ હાર્બરના ૪ બૂથ પર સવારે ૭ વાગ્યાથી જ લોકો કતારોમાં ઉભા છે. અપ્રિય ઘટના ટાળવા સુરક્ષાદળોનો કાફલો તૈનાત છે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
