News of Wednesday, 6th May 2026
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ

* અમેરિકાના ટેક્સાસમાં શોપિંગ સેન્ટર પાસે પાંચ શખ્સો ઉપર ગોળીબાર, બેના મોત
* બંગાળમાં સત્તા પરિવર્તન પછી મમતા બેનરજીના વારસદાર ભત્રીજા અભિષેક બેનર્જીના કાર્યાલય ઉપરથી સુરક્ષા હટાવી દેવાઈ
* અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમ અટકાવવી દેતા ગ્લોબલ માર્કેટમાં મોટી હલચલ ક્રૂડ ઓઇલના ભાવ બે ડોલરથી વધુ તૂટ્યા
* સીઇસી - ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂકના કાનૂનમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને સામેલ નહીં કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલ છે, આજે સુનાવણી
* આઈઆરસીટીસી કૌભાંડમાં લાલુપ્રસાદ યાદવના પરિવાર ઉપર આજે મોટો ચુકાદો જાહેર થવાનો સંભવ
* અમદાવાદના ગેસપુર વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ધોબી ઘાટના ૧૯ યુનિટ તોડી પાડ્યા
* પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે હિંસા: મમતા બેનર્જીના પક્ષની ઓફિસ ઉપર ફર્યું બુલડોઝર, આસનસોલમાં આગજની, ટીએમસી કાર્યકરની હત્યા
* ટ્રમ્પ અને ચીનના શી જિનપિંગ વચ્ચેની ચીન ખાતેની બેઠકમાં તાઈવાન ઉપર ચર્ચા થવાનું નક્કી છે, માર્કો રૂબીયોની જાહેરાત
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
