તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
મધ્ય-પૂર્વની કટોકટીને લીધે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની મુદતમાં ૪ મહિનાનો વધારો
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની ‘રેરા'ને રાહત આપવા જણાવ્યું

નવી દિલ્હી તા.૧: કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે રાજ્યોની તમામ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીઝને મધ્ય પૂર્વેના સંઘર્ષને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધને લીધે પ્રભાવિત પાત્ર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના રજિસ્ટ્રેશન અને પૂર્ણ થવાની સમયમર્યાદામાં ચાર મહિનાની મુદત વધારી આપવાની સલાહ આપી છે. શુક્રવારે જાહેર કરાયેલી મંત્રાલયની આ એડવાઇઝરી એવા રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સને લાગુ પડે છે જેની મૂળ, સંશોષિત અથવા લંબાવવામાં આવેલી પૂર્ણ થવાની તારીખ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ કે તેના પછીની છે. પ્રક્રિયાગત વિલંબ ઘટાડવા માટે, મંત્રાલયે એવી પણ ભલામણ કરી છે કે નિયમનકારોએ દરેક પ્રોજેક્ટ માટે અલગ અરજીઓ મંગાવવાને બદલે તમામ પાત્ર પ્રોજેક્ટ્સને આવરી લેતો એક સામાન્ય આદેશ જાહેર કરવો જોઈએ.
જોગવાઈઓનો ઉલ્લેખ કરતા, આવાસ રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ (રેરા)ની અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે કલમ ૬ ફોર્સ મેજ (અણધારી આપત્તિ)ના આધારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના રજિસ્ટ્રેશનમાં વધારો કરવાની મંજૂરી આપે છે, જેમાં પ્રોજેક્ટના નિયમિત વિકાસને અસર કરતા યુદ્ધનો પણ સમાવેશ થાય છે. રેરાની કલમ ૭(૩) હેઠળ, ઓથોરિટી રજિસ્ટ્રેશન રદ કરવાને બદલે, ફાળવણીકારોના હિતમાં યોગ્ય માને તે મુજબની શરતોને આધીન તેને ચાલુ રાખવાની મંજૂરી આપી શકે છે.
૩૧ જુલાઈએ જારી કરાયેલી એડવાઈઝરીમાં મંત્રાલયે જણાવ્યું હતું કે પヘમિ એશિયાની વર્તમાન પરિસ્થિતિએ વૈશ્વિક સપ્લાય ચેઇનને ખોરવી નાખી છે, જેના કારણે બાંધકામ સામગ્રીની અછત સર્જાઈ છે અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના સમયસર અમલીકરણ પર અસર પડી છે. નાણાં મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે ૨૯ એપ્રિલે સરકારી કરારોમાં અણધારી આપત્તિ સંબંધિત કલમો લાગુ કરવાના હેતુથી પヘમિ એશિયાની સ્થિતિને યુદ્ધ તરીકે વર્ગીકૃત કરી હતી.
ક્રેડાઈના નેશનલના પ્રમુખ શેખર જીપટેલે જણાવ્યું હતું કે, પાત્ર નોંધાયેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે ચાર મહિનાના એક્સટેન્શનની ભલામણ કરતી મંત્રાલયની એડવાઈઝરી એ સેક્ટરની વિનંતી અનુસાર લેવાયેલું સકારાત્મક પગલું છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
