તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા માટે નોંધણી શરૂ :60 વર્ષ પછી સર્જાયો દુર્લભ 'અગ્નિ ઘોડા' સંયોગ
જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં પ્રથમ બેચ રવાના થશે : લિપુલેખ અને નાથુ લા પાસ દ્વારા પવિત્ર યાત્રા: કુલ 500 શ્રદ્ધાળુઓને ભોલેનાથના દર્શનની તક મળશે

હિમાલયની ગોદમાં સ્થિત પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા માટે આ વર્ષની યાત્રા માટે આજથી નોંધણી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. વર્ષ 2026ની આ યાત્રા ખાસ માનવામાં આવે છે. કારણ કે આ વખતે 60 વર્ષ બાદ એક અત્યંત દુર્લભ જ્યોતિષીય સંયોગ સર્જાઈ રહ્યો છે. જૂનના પ્રથમ સપ્તાહમાં શ્રદ્ધાળુઓની પ્રથમ બેચ રવાના થશે.
તિબેટીયન અને હિમાલયના જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ વર્ષે 'અગ્નિ અશ્વ વર્ષ'નો સંયોગ છે. તિબેટીયન કેલેન્ડરના 60 વર્ષના ચક્રમાં અગ્નિ તત્વ અને અશ્વનો આ સંગમ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં આ વર્ષને 'મુક્તિનું પ્રવેશદ્વાર'ગણવામાં આવે છે. આ દૈવી સંયોગને કારણે આ વર્ષે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.
કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા આ વર્ષે 500 યાત્રાળુઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા મુખ્યત્વે બે માર્ગો દ્વારા યોજાય છે.
લિપુલેખ પાસ, ઉત્તરાખંડ આ મુખ્ય માર્ગ છે જે દિલ્હીથી શરૂ થઈ પિથોરાગઢ અને ધારચુલા થઈને ભારત-ચીન સરહદ સુધી જાય છે. આ માર્ગ હવે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
આ ઉપરાંત નાથુ લા પાસ સિક્કિમ થઈને જતો આ માર્ગ વધુ આરામદાયક મુસાફરી પૂરી પાડે છે, જોકે ભૌગોલિક રાજકીય કારણોસર તેનો ઉપયોગ મર્યાદિત રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રામાં જોડાવા ઈચ્છતા શ્રદ્ધાળુઓએ વિદેશ મંત્રાલયના પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. યાત્રાળુ પાસે માન્ય ભારતીય પાસપોર્ટ અથવા OCI કાર્ડ હોવું જરૂરી છે. આ ઉપરાંત, શારીરિક ક્ષમતા ચકાસવા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને સરકારી ઓળખપત્ર અનિવાર્ય છે. પસંદગી પામેલા યાત્રાળુઓ માટે પ્રસ્થાન પૂર્વે ઓરિએન્ટેશન સત્રો પણ યોજવામાં આવશે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
