હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીએસટીનું નિલ રિટર્ન ફાઈલ કરનારાનું રજિસ્ટ્રેશન કેન્સલ ન કરી શકાય
સીઝનલ ધંધો કરનાર કે નવો ધંધો કરનારાઓને શરૂઆતમાં નિલ રિટર્ન ફાઈલ કરવાની ફરજ પડી શકે છે

નવી દિલ્હી,તા.૮: વર્ષના ચોક્કસ મહિનાઓ દરમિયાન વેપારીની ખરીદ-વેચાણ ન થઈ હોય કે ટેક્સની કોઈ જવાબદારી ઊભી ન થતી હોય તેવા સંજોગોમાં તે નિલ રિટર્ન ફાઈલ કરે તો તેના જીએસટી નંબરને રૂદ કરી દેવાનું અધિકારીઓનું પગલું ઊચિત નથી. કોઈ વેપારીએ જીએસટી નંબર લઈ લીધો હોય, પરંતુ શોપિગ, સેટઅપ કે સ્ટોક આવવામાં સમય લાગતો હોય અને પહેલા ૧-૨ મહિના કોઈ વેચાણ જૂન થયું હોય તો પણ તે નિલ રિટર્ન ફાઈલ કરી શકે છે.
તેવી જ રીતે સીઝનલ ધંધો હોય ટ્ટ એટલે કે દિવાળીમાં ફટાકડાનો કે પછી ચોમાસામાં છત્રીનો કે પછી હોળીના તહેવારોની આસપાસ રંગ-બલૂનનો ધંધો કરે તો વર્ષના બાકીના મહિનાઓમાં તેનું નિલ રિટર્ન ભરાય તેવી શક્યતા વધારે હોય છે. આ જ રીતે કોઈનો ધંધો કામચલાઉ ધોરણે ઠપ થઈ ગયો હોય તો પણ કે પછી દુકાનનું રિનોવેશન ચાલતું હોય કે મંદીના કારણો સર આખા મહિનામાં એક પણ બિલ ન ફાટ્યું હોય તો પણ નિલ રિટર્ન ફાઈલ કરવાનું રટને આવી શકે છે. મહિના દરમિયાન માલ ખરીદ્યો ન હોય કે વેચ્યો ન હોય, છતાં રજીસ્ટ્રેશન ચાલુ રાખવા માટે નિલ રિટર્ન ભરવું ફરજિયાત હોવાથી નિલ રિટર્ન ફાઈલ કરી દે છે. જીએસટી કાયદા મુજબ જો તમારો વેપાર એક મહિના માટે બંધ પણ રહે, તો પણ જીએસટીઆર-૩બી રિટર્ન તો ભરવું જ પડે છે. રિટર્ન ન ભરો તો પેનલ્ટી કે લેટ ફી લાગે છે. આ સંજોગોમાં જીએસટી અધિકારીઓ તરફથી સતત નિલ રિટર્ન ભરતા વેપારીઓને રજીસ્ટ્રેશન રદ કરવાની નોટિસ આપી દેવામાં આવે છે. અધિકારીઓને શંકા હોય છે કે જે તે વ્યક્તિએ માત્ર કાગળ ભવિષ્યમાં ફેક બિલિગ (બોગસ બિલ બનાવીને ટેક્સ ચોરી કરવા માટે જીએસટી નંબર એક્ટિવ રાખ્યો છે.
બીજું, કોઈ વેપારી લાંબા સમય સુધી કોઈ ધંધો જ નથી કરતો, તો તે જએ. જીએસટી સિસ્ટમ પર માત્ર એક બોજ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે તેમ માનીને તે રજસ્ટ્રેશન રદ કરી દેવાનું પગલું લે છે. ત્રીજું, કેટલાક અસામાજિક તત્વાં નિલ રિટર્ન ભરીને નંબર ચાલુ રાખે છે અને અચાનક કરોડના બોગસ ટ્રાન્ઝેક્શન કરીને ગાયબ થઈ જાય છે. આ રોકવા માટે અધિકારીઓ કડક વલણ અપનાવે છે.
કોર્ટનું અવલોકન શુ છે
કોર્ટનું માનવું છે કે રિટર્ન ફાઈલ કરવું તે ગુનો નથી. વેપારી કાયદા મુજબ નિયમિત નિલ રિટર્ન ભરે છે, તો તેનો અર્થ એ છે કે તે કાયદાનું પાલન કરે છે. તેથી માત્ર શંકાના આધારે કે ટર્નઓવર શૂન્ય હોવાના કારણે ટેક્સ અધિકારીઓ કાયદાની કલમ ૨૯(૧) હેઠળ સીધું રજીસ્ટ્રેશન રદ કરી શકે નહીં. કોર્ટ કહે છે કે નિલ જીએસટીઆર-૩બી ફાઈલ કરવું તે જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવા માટેનું યોગ્ય કારણ નથી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
