તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
રિલાયન્સની ડેરી માર્કેટમાં એન્ટ્રીઃ ૨૦ રૂપિયામાં ‘જોયલેન્ડ' ફલેવર્ડ મિલ્ક કર્યું લોન્ચ
તમિલનાડુમાં લોન્ચ થયા બાદ જોયલેન્ડ ટૂંક સમયમાં તબક્કા પ્રમાણે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થશે

ચેન્નઈ,તા.૧૫: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) તમિલનાડુમાં જોયલેન્ડ ફલેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિક ડેરી માર્કેટમાં પ્રવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અસલ ડેરી પદાર્થોથી બનેલું અને માત્ર રૂપિયા ૨૦ની કિમતે મળતું જોયલેન્ડ ગ્રાહકો માટે સ્ટ્રોબેરી અને વનીલા જેવા સ્વાદિષ્ટ ફલેવર્સમાં આવ્યું છે.
આ લોન્ચિંગ સાથે કંપનીએ પોતાના ટોટલ બેવરેજ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે, જે ગ્રાહકોને ‘વ્યાજબી કિમતે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ' આપવાની તેમની નિષ્ઠાને વધુ મજબૂત કરે છે. 'ઓછી કિમતે વિશ્વસ્તરીય ગુણવત્તા' આપવાના કંપનીના વચનને પૂરું કરતાં જોયલેન્ડ એક રેડી-ટુ-ડ્રિક પેકિગમાં અસલી સ્વાદ અને ઉત્તમ ગુણવત્તાનો અનુભવ આપે છે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર ટી. કૃષ્ણાકુમારે જણાવ્યું હતું કે ‘‘રેડી-ટુ-ડ્રિક ડેરી માર્કેટમાં અમારો આ પ્રવેશ ય્ઘ્ભ્ન્ના પોર્ટફોલિયોને વિસ્તારવા અને ગ્રાહકોને વધુ વિકલ્પો પૂરા પાડવાની દિશામાં એક મહત્વનું કદમ છે. જોયલેન્ડ ડ્રીંક થકી અમે ડેરીની અસલ સામગ્રીઓ, શ્રેષ્ઠ ગુણવત્તા અને બધાને પરવડે તેવી કિમતનો સંગમ લાવી રહ્યા છીએ, જેથી વધુને વધુ લોકો સુધી સર્વશ્રેષ્ઠ વસ્તુ પહોંચાડી શકીએ.
RCPLના મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, રિટેલ ક્ષમતા અને ગ્રાહકોની જરૂરિયાતોની સમજ પરથી જોયલેન્ડ હવે તમિલનાડુમાં તરત જ ઉપલબ્ધ થઈ ગયું છે. આ લોન્ચિંગ રેડી-ટુ-ડ્રિક ડેરી માર્કેટમાં કંપનીની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેમાં આવનારા સમયમાં નવા ફલેવર્સ ઉમેરવાની અને અન્ય ડેરી બેવરેજ ક્ષેત્રમાં વિસ્તાર કરવાની યોજના છે. તમિલનાડુમાં લોન્ચ થયા બાદ જોયલેન્ડ ટૂંક સમયમાં તબક્કા પ્રમાણે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થશે.(૪૦
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
