<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

વૈશ્વિક બજારો માટે રાહતઃ હોર્મુઝમાંથી ૩૦ જહાજો પસાર થયા

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો : બ્રેન્‍ટ ક્રૂડ ઓઈલનો વાયદો પ્રતિ બેરલ ડોલર ૧૦૭.૧૩ થી ઘટીને ડોલર ૧૦૫.૦૩ થયો હતો

લંડન તા.૧૫: ઈરાને કહ્યું હતું કે છેલ્‍લા કેટલાક કલાકોમાં ૩૦ જહાજો હોર્મુઝ સ્‍ટ્રેટમાંથી પસાર થયા હતા, જેના કારણે ગુરુવારે તેલના ભાવમાં ઘટાડો થયો હતો. ઈરાની રાજ્‍ય મીડિયાએ અહેવાલ આપ્‍યો હતો કે ઈરાને કેટલાક ચીની જહાજોને પસાર થવા દેવાનું શરૂ કર્યું છે.

આ દરમિયાન, વ્‍હાઇટ હાઉસે જણાવ્‍યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ વચ્‍ચેની બેઠક દરમિયાન, બંને નેતાઓ સંમત થયા હતા કે હોર્મુઝ સ્‍ટ્રેટને ઊર્જાના મુક્‍ત પ્રવાહ માટે ખોલવો જોઈએ.

બ્રેન્‍ટ ક્રૂડ ઓઇલ ફયુચર્સના ભાવમાં ઘટાડો થયો. પ્રતિ બેરલ ભાવ ડોલર ૧૦૭.૧૩ ના અગાઉના ઉચ્‍ચતમ સ્‍તરથી ઘટીને ડોલર ૧૦૫.૦૩ થયો.

યુએસ વેસ્‍ટ ટેક્‍સાસ ઇન્‍ટરમીડિયેટ ફયુચર્સ ૫૨ સેન્‍ટ અથવા ૦.૫ ટકા ઘટીને ઼૧૦૦.૫૦ થયો. હોર્મુઝ સ્‍ટ્રેટ દ્વારા વિવિધ દેશોમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ મોકલવામાં આવે છે.

જોકે, યુએસ-ઇઝરાયલ-ઈરાન યુદ્ધ શરૂ થયા પછી તે મોટાભાગે બંધ રહ્યું છે. ઈરાને હોર્મુઝ સ્‍ટ્રેટ પર પોતાનો નિયંત્રણ કડક બનાવી દીધો છે. હવે, ફક્‍ત ઈરાની અધિકારીઓ દ્વારા અધિકૃત જહાજો જ તેમાંથી પસાર થઈ શકે છે.

(10:43 AM IST)