<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

બિન-બેંક ખાતાધારકો માટે રાહતના સમાચાર: બેંક ખાતા વિના પણ થશે મની ટ્રાન્સફર, આરબીઆઈની નવી માર્ગદર્શિકા અમલી

રિઝર્વ બેંકના નવા નિયમોથી દેશના લાખો પ્રવાસી કામદારો અને શ્રમિકોને મોટી રાહત મળશે, રોકડ જમા કરાવી સરળતાથી મોકલી શકાશે નાણાં

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઘરેલું મની ટ્રાન્સફર સંબંધિત નિયમોને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવતા નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેનાથી હવે કોઈપણ વ્યક્તિ બેંક ખાતું ન હોવા છતાં સરળતાથી નાણાં ટ્રાન્સફર કરી શકશે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આ નવા નિર્દેશો હેઠળ હવે દેશના કોઈપણ નાગરિકે બેંક શાખામાં રોકડ રકમ જમા કરાવીને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા અન્ય વ્યક્તિના ખાતામાં ૫૦,૦૦ રૂપિયા સુધીની રકમ સીધી મોકલી શકવાની સુવિધા મળી રહેશે.

 

આ નવી વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એવા પ્રવાસી કામદારો, શ્રમિકો અને ડિજિટલ બેન્કિંગથી વંચિત રહેતા નાગરિકોને થશે જેઓ રોજગારી અર્થે પોતાના વતનથી દૂર અન્ય શહેરોમાં રહે છે અને પરિવારને નિયમિતપણે નાણાં મોકલવા માંગે છે.

 

બેન્કિંગ એજન્ટો અને એટીએમ મારફતે થતા રોકડ વ્યવહારો માટે પણ મર્યાદાઓ સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં એક ટ્રાન્ઝેક્શનમાં ૫,૦૦૦ રૂપિયા સુધીની અને માસિક 25,000 રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરાઈ છે જેથી છેતરપિંડી અટકાવી શકાય.

 

સુરક્ષાના કારણોસર નાણાં મોકલનાર ગ્રાહકનું રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર અને માન્ય ઓળખકાર્ડના આધારે કરવાનું તેમજ દરેક ટ્રાન્ઝેક્શન માટે અધિકૃતતા (ઓથેન્ટિકેશન) અને કેવાયસીના નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

 

આગામી સમયમાં આ સુવિધાના અમલીકરણથી સામાન્ય નાગરિકોના નાણાકીય વ્યવહારો વધુ સુરક્ષિત બનશે અને બેન્કિંગ સેવાની પહોંચ દેશના છેવાડાના વિસ્તારો સુધી સરળતાથી વિસ્તરી શકશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(9:07 PM IST)