News of Friday, 27th November 2026
સાયબર ઠગાઈનો ભોગ બનેલા લોકો માટે રાહતના સમાચારઃ ફ્રીઝ કરવામાં આવેલી રકમ પરત મેળવવા હવે ઘેરબેઠાં ઓનલાઇન અરજી કરી શકાશે
કેન્દ્રીય ગળહ મંત્રાલયની એમઆરએમ સુવિધાથી બેંકોના ધક્કા ખાવામાંથી મુક્તિઃ સાયબર ઠગાઈ થાય તો તાત્કાલિક ૧૯૩૦ નંબર ઉપર ફરિયાદ નોંધાવવા અનુરોધ

નવી દિલ્હી, તા.૨૭: સાયબર ઠગાઈનો ભોગ બનેલા નાગરિકોને નાણાં પરત મેળવવામાં મદદ કરવા કેન્દ્રીય ગળહ મંત્રાલય દ્વારા મની રિસ્ટોરેશન મોડ્યુલ (એમઆરએમ) સુવિધા કાર્યરત કરવામાં આવી છે.
આ સુવિધા હેઠળ ફરિયાદના આધારે ઠગોના બેંક ખાતામાં ફ્રીઝ કરવામાં આવેલી રકમ પરત મેળવવા ઓનલાઇન અરજી કરી શકાશે.
અરજદારે સાયબર ફરિયાદનો ૧૪ આંકડાનો નંબર, ઓટીપી, બેંક ખાતાની વિગતો અને પાનકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. અરજી કર્યા પછી મળેલા નંબરથી તેની સ્થિતિ જાણી શકાશે.
આ સુવિધા એપ્રિલ ૨૦૨૬થી કાર્યરત છે. જોકે તમામ ગુમાવેલાં નાણાં પાછાં મળવાની ખાતરી નથી. સાયબર ઠગાઈ થતાં તાત્કાલિક ૧૯૩૦ નંબર ઉપર ફરિયાદ કરવી જરૂરી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
