<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ધર્મએ રાષ્‍ટ્રનો પ્રાણઃ પૂ. મોરારીબાપુ

હરિદ્વારમાં શ્રીરામ કથાનો વિરામઃ સ્‍વામિ મુનિજી મહારાજ, જૈનમુનિ લોકેશ મુનિજી ઉત્તરાખંડના મુખ્‍યમંત્રી પુષ્‍કરસિંહ ધામીની ઉપસ્‍થિતીઃ ૧૮મીથી આફ્રિકામાં શ્રીરામકથા

રાજકોટઃ તા.૯, ઉતરાખંડની તીર્થભૂમિ હિમાલયના પ્રવેશ દ્વાર એવા હરિદ્વારના પ્રેમનગર આશ્રમમાં ચાલી રહેલ રામકથા રૂપી પ્રેમયજ્ઞનું ગઇકાલે ભાવવાહી વાતાવરણમાં શુભ-મંગલ સમાપન થયું હતું. કથામાં પરમાર્થ નિકેતન આશ્રમ-હરિદ્વારના સ્‍વામી મુનિજી મહારાજ તથા વિશ્વ શાંતિ કેન્‍દ્ર-દિલ્‍હીના જૈનમુનિ લોકેશમુનીજી ‘સનાતની'   ઉપસ્‍થિત રહયા હતા.

રામકથાનો ઉપસંહારમય પ્રેમસંવાદમાં પૂ. મોરારીબાપુએ કહયુ હતું કે- પંજાબના સમર્થ સંત બુલ્લેશા અને ગોવિંદશા પાસે બુલ્લેશાની શિષ્‍ય- આરિત જગજીવનદાસ છે. તો આ બે મહાપુરૂષો જગજીવનદાસના આશ્રમે ગયા છે. શિષ્‍યે સ્‍વાગત કર્યું છે અને કહયું કે ગુરૂ હું શું સેવા કરી શકું ? બલ્લેશાએ કહયું કે આગ-અગ્નિ લેતો આવ ! શિષ્‍ય બહાર જાયછે અને એક પાત્રમાં આગ-અગ્નિ લાવે છે. અનેસાથે સાથે દૂધ પણ લાવે છે. ગુરૂએ પૂછયું કે અમે તો આગ- અગ્નિ જ લાવવાનું કીધું'તું તું આ દૂધ પણ લાવ્‍યો આ દુધ બીજા પાસેથીલાવ્‍યો છો ? ત્‍યારે શિષ્‍યને આヘર્ય થયુ કે ગુરૂ કેમ આવું પૂછે છે ? તો કહયું કે - ના આપણા આશ્રમની જ ગૌમાતાનું દૂધ છે બુલ્લેશાએ દૂધ ગરમ કરી પીવે છે. બન્‍યુ એવું કે શિષ્‍ય જયારે દૂધ લઇને જતો ત્‍યારે દૂધનું પાત્ર અધુરું હતું પણ ગુરૂના હાથમાં પાત્ર આપ્‍યું ત્‍યારે એક દૂધનું પાત્ર છલોછલ ભરાય ગયું હતું !!  ત્‍યારે શિષ્‍યે ભીની આંખે કહયું કે હે ગુરૂજી જેવી રીતે આ દૂધનું પાત્ર ભરી દીધું એમ આપ મારા મસ્‍તકપર હાથ રાખીને મને પણ ભરી દો!

કથાના સમાપન સમયે ઉતરાખંડના મુખ્‍યમંત્રી પુષ્‍કરસિંહ ધામીએ પણ કથા શ્રાવણનો અને કથા સમાપને આરતિ-દર્શનનો પણ લાભ લીધો હતો. કથાના અંતે મુખ્‍યમંત્રીએ પોતાનો હૃદયભાવ પ્રગટ કર્યો હતો.

હરિદ્વારની રામકથાનો ભાવવાહી વિરામ થયો છે, હવે પછીની રામકથા (૯૮૧) આફ્રિકાની ભૂમિ પર તા. ૧૮/૦૭/ર૬ દરમ્‍યાન યોજાશે.(મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦ , મો.૯૪૨૬૨ ૪૨૧૧પ)   

 

(3:46 PM IST)