News of Tuesday, 7th July 2026
ધાર્મિક સ્વતંત્રતા બીજાની લાગણી દુભાવવાની મંજૂરી નથી આપતી
કલકત્તા હાઈકોર્ટની એક પ્રોફેસરને ફટકાર : સોશિયલ મીડિયા પર અપમાજનક પોસ્ટને કારણે પ્રોફેસરે નોકરી ગુમાવી, હાઇકોર્ટમાં પણ રાહત નહીં

કલકત્તા હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતા બીજાની લાગણીઓને દુભાવવાની સ્વતંત્રતા નથી આપતી. સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરનારા એક કોલેજના પ્રોફેસર અંગે હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી.
બંગાળના નરેન્દ્રપુર સ્થિત રામકૃષ્ણ મિશન કોલેજે ડિસેમ્બર ૨૦૨૫ના તમોલ દાસગુપ્તાને કોલેજના અંગ્રેજી વિષયના સહાયક પ્રોફેસર નિમવાના હાઈકોર્ટની સિગલ બેંચના આદેશને પડકાર્યો હતો. ન્યાયાધીશ દેબાંગ્સ બસાક અને ન્યાયાધીશ મોહમ્મદ શબ્બરની બેંચે નોંધ્યું હતું કે ઉમેદવાર પ્રોફેસરે સોશિયલ મીડિયા પર અન્ય ધર્મોનું અપમાન કરી તે ધર્મના લોકો સાથેની ભાવના દુભાવી છે.
જ્યારે પ્રોફેસર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે કોલેજ દ્વારા મને, નોકરી ના આપવાના નિર્ણયે મારી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ધર્મનુ પાલન કરવાના મૌલિક અધિકારોને અસર પહોંચાડી છે. જવાબમાં હાઈકોર્ટે કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે પરંતુ કોઈ ધર્મને માનવાનો અર્થ એ નથી થતો કે અન્યોની આસ્થા કે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાન દ્વારા દાસગુપ્તાને પ્રોફેસર તરીકે ન નિમવાનો નિર્ણય લેવાનો અધિકાર છે. જોકે આ નિર્ણય નિષ્પક્ષ લીધો હોવો જરૂરી છે
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
