<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

કોઇ ગાળો આપે, અપમાનિત કરે ત્‍યારે મોૈન રહેવુઃ પૂ.મોરારીબાપુ

ઉતરપ્રદેશના અગ્રવન- આગ્રાની ભુમિ ઉપર ‘માનસ રૂષિપંચમી'' શ્રી રામકથાનો પ્રારંભ

રાજકોટ, તા.૨૬: ઉતરપ્રદેશની અગ્રવન એટલે કે આગ્રાની ભૂમિ પરથી ગઇકાલે પૂ.મોરારીબાપુના વ્‍યાસાને રામકથા  ‘માનસ ઋષિપંચમી'નો મંગલ પ્રારંભ થયો હતો. મહારાણી યમુના નદિની સાક્ષીએ રામચરિત માનસનો શુભારંભ કરતા માનસની બાલકાંડ (સોપાન) ની ચોપાઇઓ નિヘતિ થઇ હતી. બાપુએ સોૈને માનસની આ ચોપાઇઓનું સહુગાન કરવા અનુરોધ કર્યો હતો.

પ્રથમ દિવસની રામકથાના પ્રેમસંવાદમાં ભૂમિકારૂપ સંવાદ કરતા પૂ.મોરારીબાપુએ  કહયુ કે આજથી ચોવીસ વર્ષ ‘પૂર્વ' અંહીં રામકથાનું ગાન થયું હતુ ત્‍યારે કેન્‍દ્રીય વિષય ‘માનસ તેજ મહેલ' હતો.

આગ્રાનું નામ મૂળ નામ અગ્ર/અગ્રવન છે. આ વૃંદાવનની ભૂમિ છે. અધ્‍યાત્‍મિક અને ઐતિહાસિક ભૂમિ છે. અગ્રવન એ વ્રજભૂમિની અગ્રભૂમિ છે.

આ કથામાં વિશેષ યોગ રચાયા છે. ગણેશ ઉત્‍સવનો યોગ છે આજે સમગ્ર ભારત અને વિશ્વમાં ગણપતિ મહોત્‍સવ ઉજવાય રહયો છે. એ પણ સુંદર યોગ છે. આજે ઋષિ પંચમીનો પણ યોગ છે. અને  જૈન પરંપરાનો સંવસત્‍સરી નો પણ યોગ છે.

આ કથામાં ‘માનસ ઋષિપંચમી'એ કેન્‍દ્રીય વિષય છે ત્‍યારે જુદા-જુદા ઋષિઓની વંદના કરવી છે. ઋષિમુની એમ સાથે જ બોલાય છે. એટલે કે ઋષિ અને મુની એક જ છે.

પૂ. મોરારીબાપુએ કહયું કે એક મહાત્‍મા પલ્‍ટુદાસજી મહારાજ હતા અને લોકો ગાળો આપતા અપમાન કરતા પલ્‍ટુદાસજીના શિષ્‍યોથી એ સહન ન થતુ એ સૌએ મહારાજને કહયું કે મહારાજ લોકો તમારા વિશે કેવુ કેવુ બોલે છે? તમે એ લોકોને જવાબ કેમ નથી આપતા? ત્‍યારે પલ્‍ટુદાસજી બોલ્‍યા કે આ લોકો મારૂ કેટલુ ધ્‍યાન રાખે છે? એ મારો પ્રચાર કરે છે કોઇ ગાળો દે અપમાનીત કરે ત્‍યારે મૌન રહેવુ એ જ માત્ર ઉપાય છે. જેને કયારેય કોઇ પણ માટે વ્‍હેમ શંકા સંદેહ અને ભ્રમ પણ ન હોય એ સાધુ છે.

ગણપતિ ઉત્‍સવના દિવસો છે ત્‍યારે ગણપતિ અને હનુમાનજીમાં સમાનતા છે. ગણેશ મંગલમુર્તિ છે. હનુમાનજી પણ મંગલમુર્તિ છે. બન્ને દેવને સિંદુર ચડે છે. બંનેને મોદક પ્રિય છે. ગણેશજીને મોદક ધરાય છે. હનુમાનજીને પણ લાડુ ધરાય છે. ગણેશજી શંકર સુવન ભવાની નંદન છે. તો હનુમાનજી શંકર સુવન કેશરીનંદન છે બન્ને રિધ્‍ધિ સિધ્‍ધના દાતા છે.

-મનોજ જોશી ‘મજો' રાજકોટ મો. ૮૧૪૦ર ૧૩૧૩૦ મો. ૯૪ર૬ર ૪ર૧૧પ.

(3:41 PM IST)