<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

પેટ્રોલ-ડીઝલની અછત અને સપ્લાય ખોરવાઈ હોવાના અહેવાલો તદ્દન ભ્રામક અને વાસ્તવિકતાથી વેગળા છે : HPCLની સ્પષ્ટતા

આર્થિક કારણોસર સરકારી આઉટલેટ્સ પર અસ્થાયી રૂપે ગ્રાહકોની લાઈનો અને વેચાણ વધ્યું : કંપની પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી સપ્લાય સિસ્ટમ એકદમ સુચારૂ રૂપે કાર્યરત છે

નવી દિલ્હી : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરતા જણાવ્યું છે કે, પેટ્રોલ-ડીઝલની અછત અને સપ્લાય ખોરવાઈ હોવાના અહેવાલો તદ્દન ભ્રામક અને વાસ્તવિકતાથી વેગળા છે. HPCL ના તમામ રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપ) પર ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે અને નિયમિત રિપ્લેનિશમેન્ટ પ્રક્રિયા ચાલુ છે. 

  કંપનીએ ઉમેર્યું કે, મે મહિનાની કાળઝાળ ગરમી દરમિયાન મોસમી માંગમાં થયેલો અચાનક વધારો અને કેટલીક ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ પર ઇંધણના ભાવ પ્રમાણમાં ઊંચા હોવાને કારણે ગ્રાહકો સરકારી પંપો તરફ વળ્યા છે. આ આર્થિક કારણોસર સરકારી આઉટલેટ્સ પર અસ્થાયી રૂપે ગ્રાહકોની લાઈનો અને વેચાણ વધ્યું છે, પરંતુ કંપની પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી સપ્લાય સિસ્ટમ એકદમ સુચારૂ રૂપે કાર્યરત છે

(11:38 PM IST)