<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

રૂપિયાના ઘટાડાને રોકવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય : સરકારી તેલ કંપનીઓને મળશે સીધા ડોલર : ખુલ્લા બજારમાં ડોલરની માંગ ઘટશે

ડોલર સામે રૂપિયો 88.80 ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચતા RBI એક્શનમાં, IOCL-HPCL-BPCL માટે 12 ઓક્ટોબરથી સ્પેશિયલ ડોલર વિન્ડો શરૂ,

નવી દિલ્હી તા.૧૦ : ડોલર સામે સતત ગગડી રહેલા રૂપિયાને બચાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શનિવારે મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે રૂપિયો 88.80 પ્રતિ ડોલરની સર્વકાલીન નીચી સપાટીએ બંધ થયા બાદ RBI એ સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું છે.

 

RBI ના નિર્ણય મુજબ, દેશની ત્રણ મોટી સરકારી તેલ કંપનીઓ - ઇન્ડિયન ઓઇલ (IOCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) ની રોજિંદી સંપૂર્ણ ડોલરની જરૂરિયાત હવે કેન્દ્રીય બેંક પોતે સીધી પૂરી કરશે. આ માટે 12 ઓક્ટોબર, 2026 (સોમવાર) થી સ્પેશિયલ ડોલર વિન્ડો શરૂ થશે જે આગામી આદેશ સુધી ચાલુ રહેશે.

 

હાલ આ કંપનીઓ ક્રૂડ ઓઇલ આયાત માટે ખુલ્લા બજારમાંથી મોટા પ્રમાણમાં ડોલર ખરીદે છે, જેનાથી રૂપિયા પર દબાણ વધે છે. નવી વ્યવસ્થા હેઠળ RBI નિયુક્ત બેંકો મારફતે સીધા ડોલર વેચશે, જેથી ખુલ્લા બજારમાં ડોલરની માંગ ઘટશે અને રૂપિયો સ્થિર થશે.

 

 

RBI એ ફોરેક્સ ડેરિવેટિવ્સમાં સટ્ટાબાજી રોકવા માટે પણ નિયમો કડક કર્યા છે.જો કોઈ ગ્રાહકે એકવાર ફોરેન કરન્સી કોન્ટ્રાક્ટ રદ કર્યો, તો તેને ફરી કોઈપણ બેંકમાં ફરીથી બુક કરવાની મંજૂરી નહીં મળે. એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્સમાં પોઝિશન લિમિટ 10 કરોડ ડોલરથી ઘટાડીને 50 લાખ ડોલર કરવામાં આવી છે. બેંકોએ ગ્રાહકો પાસેથી લેખિતમાં ખાતરી લેવી પડશે કે એક જ અન્ડરલાઇંગ એક્સપોઝર માટે બીજી બેંકમાં હેજિંગ નથી કર્યું.

(4:15 PM IST)