<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

રિઝર્વ બેંક છાપશે ૧૦ - ૨૦ રૂપિયાની પ્‍લાસ્‍ટિકની નોટો !

સ્‍વદેશી રીતે ભારતમાં થશે જ નિર્માણ

નવી દિલ્‍હી તા.૨૯: ભારતીય રિઝર્વ બેંક કરન્‍સી પ્રિન્‍ટિંગ ક્ષેત્રે એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે. સરકારની મંજૂરી મળ્‍યા બાદ હવે દેશમાં ૧૦ અને ૨૦ રૂપિયાના પ્‍લાસ્‍ટિક એટલે કે પોલિમર નોટોનો પાઇલટ પ્રોજેક્‍ટ શરૂ થવા જઈ રહ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ પ્‍લાસ્‍ટિક નોટોને વિદેશથી આયાત કરવાને બદલે ભારતમાં જ સંપૂર્ણપણે સ્‍વદેશી (આત્‍મનિર્ભર) રીતે છાપવામાં આવશે.

આ મામલે આરબીઆઈ (RBI) નો તર્ક સાદો અને સ્‍પષ્ટ છે. ૧૦ અને ૨૦ રૂપિયાના નોટો સૌથી વધુ વપરાશમાં આવે છે, શાકભાજી વેચનારથી લઈને બસ કંડક્‍ટર સુધી આ નોટો સૌથી વધારે સફર કરતી હોય છે. ઉનાળો, ચોમાસું, વરસાદ અને પરસેવાના કારણે આ કાગળના નોટો સામાન્‍ય રીતે ૬ થી ૮ મહિનામાં જ ખરાબ કે ગળી જતી હોય છે. RBI દર વર્ષે આ નોટોની રી-પ્રિટિગ પાછળ હજારો કરોડો રૂપિયા ખર્ચે છે. આ જ કારણ છે કે પાયલટ ટેસ્‍ટિંગ પણ આ જ નોટો પર કરવામાં આવી રહ્યું છે, જેથી જાણી શકાય કે શું પ્‍લાસ્‍ટિકના નોટો ભારતની ગરમી, ભેજ (હ્યુમિડિટી) અને ધૂળમાં ટકી શકશે કે નહીં?

આ પાઇલટ પ્રોજેક્‍ટ અંતર્ગત આરબીઆઈએ ૧૦ અને ૨૦ રૂપિયાના આશરે ૧ અબજ પોલિમર નોટો છાપવાની મંજૂરી મેળવી લીધી છે, જે દેશની પોતાની જ કરન્‍સી પ્રિન્‍ટિંગ પ્રેસોમાં છપાશે. આરબીઆઈએ સ્‍પષ્ટ કર્યું છે કે, નોટોની પ્રિન્‍ટિંગ ૧૦૦% ભારતમાં જ થશે અને બહારથી કોઈ નોટ ઇમ્‍પોર્ટ કરવામાં આવશે નહીં. જોકે, આ એક મોટો પડકાર છે કારણ કે પોલિમર નોટ બનાવવી એ સામાન્‍ય પન્ની છાપવા જેવું નથી. તેના માટે ૪-લેવલનું ઇકોસિસ્‍ટમ જરૂરી છે,

ઇકોસિસ્‍ટમની વાત કરવામાં આવે તો, બાય-એક્‍સિયલ ઓરિએન્‍ટેડ પોલીપ્રોપીલિન (BOPP) ફિલ્‍મ, કોટિગ અને કેમિકલ લેયર, સિક્‍યોરિટી ઇંક અને ફીચર્સ અને હાઇ-પ્રેશર પ્રિન્‍ટિંગ અને QC એમ આ ચાર લેવલમાંથી પસાર થયાં બાદ નોટ તૈયાર થાય છે. રાહતની વાત એ છે કે ભારતમાં આ ચારેય ઇન્‍ડસ્‍ટ્રીઝ પહેલેથી જ ઉપલબ્‍ધ છે. રિલાયન્‍સ જેવી કંપનીઓ BOPP બનાવે છે, પેકેજિગ ઇન્‍ડસ્‍ટ્રી કોટિગ જાણે છે અને SPMCIL પાસે સિક્‍યોરિટી પ્રિન્‍ટિંગનો બહોળો અનુભવ છે. હવે માત્ર આ તમામ ક્ષેત્રોને એકસાથે જોડવાના છે.

આરબીઆઈના જણાવ્‍યાં પ્રમાણે, કાગળના નોટની સામાન્‍ય લાઈફ ૧ વર્ષની હોય છે, જ્‍યારે પ્‍લાસ્‍ટિક નોટ ૪ થી ૫ વર્ષ સુધી ચાલે છે. આ નોટો ફાટતી નથી અને પાણીમાં પલળવાથી પણ ખરાબ થતી નથી. તેને નકલી બનાવવી લગભગ અશક્‍ય બની જાય છે અને લાંબાગાળાના આર્થિક અભિગમથી નોટ છાપવાનો ખર્ચ ૪૦ ટકા સુધી ઘટી જશે. જો RBI નો આ પાયલટ પ્રોજેક્‍ટ સફળ રહ્યો, તો આગામી ૫ વર્ષમાં ૫૦ અને ૧૦૦ રૂપિયાના નોટો પણ પ્‍લાસ્‍ટિક ફોર્મેટમાં આવી શકે છે. ઉલ્‍લેખનીય છે કે ઓસ્‍ટ્રેલિયા, કેનેડા અને યુકે (UK) જેવા દેશો અગાઉથી જ આ ટેક્રોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે.

(3:22 PM IST)