News of Monday, 2nd November 2026
આધ્યાત્મિક સાધના સાથે સમાજના આર્થિક ઉત્કર્ષનો સંકલ્પઃ પૂ.નમ્રમુનિ મ.સા.
જૈન સમાજના જરૂરીયાતમંદ વર્ગને ૫૧ કરોડની વ્યાજમુક્ત લોન સહાયતા અર્પણ

મુંબઈ, તા.૨: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, મુનિરાજ શ્રી મુક્તિનિલય મ.સા., આચાર્ય પૂજ્ય શ્રી યશકલ્યાણ વિજય મ.સા.ના પાવન સાનિધ્યમાં ઘાટકોપર સ્થિત આરાધ્યા ભક્તિ પાર્ક ખાતે ત્રણ મહત્ત્વપૂર્ણ આયોજનોનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. જૈન સમાજના ચારેય ફિરકાના સાધુ - સાધ્વીજી અને દિગંબર સંપ્રદાયના ભટ્ટારક શ્રી લક્ષ્મીસેન મહાસ્વામીની પાવન નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જૈન અલ્પસંખ્યક વિકાસ આર્થિક મહામંડળ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને ઋણ સહાય દ્વારા આર્થિક સશક્તિકરણની પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે જૈન સમાજના આર્થિક સશક્તિકરણ માટે રૂ.૫૧ કરોડના લાભ સાથે ઐતિહાસિક સહાય અર્પણની પહેલ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર રાજ્યના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાજી, આમદાર પરાગભાઈ શાહ અને લલીતભાઈ ગાંધી(રાજ્યમંત્રી) દ્વારા મહારાષ્ટ્ર સરકારના જૈન અલ્પસંખ્યક વિકાસ આર્થિક મહામંડળની વિવિધ યોજના લોંચ કરવામાં આવેલ.
જેમાં મહાસતી ચંદનબાળા કર્મ યોજના અંતર્ગત ૩૦૦ કર્મપ્રધાન મહિલાઓને રૂ.૧ લાખ સુધીની લોન સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા, જ્યારે શેઠ વાલચંદ હીરાચંદ સ્વરોજગાર યોજના અંતર્ગત ૫૧૧ કર્મઠ યુવાનોને રૂ.૧૦ લાખ સુધીની વ્યાજમુક્ત લોનના પ્રાથમિક મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
પરમ નમ્રમુનિ ગુરુદેવે કહ્યું કે, જે સમાજ આર્થિક રીતે સમળદ્ધ હોય તે જ આધ્યાત્મિક રીતે પણ સમળદ્ધ બની શકે છે. આજે જૈન સમાજનો હાથ લેવા માટે નહીં, પરંતુ આપવા માટે લાંબો થવો જોઈએ. સમાજને એવો સંદેશ આપ્યો હતો કે સાચું પુણ્ય માત્ર મેળવવામાં નહીં, પરંતુ પોતાની ક્ષમતા મુજબ બીજાને આપવામાં છે. આ અવસરે મંત્રી આશિષ શેલારના હસ્તે ચેક પ્રદાન કરવામાં આવેલ.
આ અવસરે નિગમના સભ્યો રાવસાહેબ પાટીલ, ખ્યાલીલાલ તાતેડ, નયનભાઈ ભેદા, અમળતભાઈ ગડા, વિકાસભાઈ અચ્છા, રાજુભાઈ શાહ, હાર્દિકભાઈ મામનિયા તથા મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ આનંદાભાઈ શેંડગે, રાજકુમાર અલકુંટે સહિત જૈન સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિત અનેક માન્યવર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ ભંડારી એ કર્યું હતું.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
