<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

પીએમ મોદીની ઈંધણ બચાવવાની અપીલને પ્રતિસાદ :સ્વામી કૈલાશાનંદ ગિરીજીએ સામૂહિક મુસાફરી કરી

સ્વામીજીએ કર્યો કારપૂલિંગનો પ્રયોગ: એક જ વાહનમાં સામૂહિક મુસાફરી કરી રાષ્ટ્રહિતનો આપ્યો સંદેશ:ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અનિલ ખેડા પણ પ્રેરણાદાયી પ્રવાસમાં જોડાયા

વડાપ્રધાન મોદી દ્વારા દેશવાસીઓને ડિઝલ-પેટ્રોલની બચત, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રહિતમાં એક જ વાહન દ્વારા સામૂહિક મુસાફરી કરવા માટે કરવામાં આવેલી અપીલનો આજે ભવ્ય પ્રતિસાદ જોવા મળ્યો હતો. નિરંજન પીઠાધીશ્વર પૂજ્ય શ્રી શ્રી 1008 આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરીજી મહારાજે પીએમ મોદીના આ આહવાનનું અનુસરણ કરતા એક જ વાહન દ્વારા કાર્યક્રમ સ્થળે જવા માટે પ્રસ્થાન કર્યું હતું. આ  ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક અનુકરણીય પગલું છે.

વડાપ્રધાનની આ પ્રેરણાદાયી પહેલ માત્ર ઇંધણની બચત સુધી સીમિત નથી, પરંતુ તે દેશના પ્રત્યેક નાગરિકને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપે છે. જો આપણે સૌ જરૂરિયાત મુજબ એક જ વાહનમાં મુસાફરી કરવાની આદત પાડીએ, તો તેનાથી કરોડો લિટર ઇંધણની બચત, પ્રદૂષણમાં ઘટાડો, ટ્રાફિક નિયંત્રણ અને પર્યાવરણ સંરક્ષણમાં અત્યંત સકારાત્મક પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રસંગે ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી અનિલ ખેડા ણ સ્વામીજીની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલને બિરદાવી હતી. 

 સ્વામી કૈલાશાનંદ ગિરીજીએ જણાવ્યું હતું કે, આ પહેલ આવનારી પેઢીઓ માટે સ્વચ્છ, સુરક્ષિત અને સશક્ત ભારતના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. જ્યારે ધાર્મિક અને રાજકીય નેતાઓ એકસાથે મળીને પર્યાવરણના હિતમાં આવા પગલાં ભરે છે, ત્યારે સમાજમાં તેની ઊંડી અને સકારાત્મક અસર પડે છે. ઇંધણ બચાવવાની આ ચળવળ હવે ધીરે ધીરે લોક આંદોલન બની રહી છે.

(10:49 PM IST)