તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
મોત સાથે આરામઃ આખી રાત મહિલા સાથે ૧૨ ફુટ લાંબો અજગર સૂતો રહ્યો, સવારે આંખ ખુલતા જોયું ને મોતિયા મરી ગયા
મહિલા રાતના સમયે આરામથી સૂતી રહીઃ સવારે લગભગ ૫ વાગ્યે તેની આંખ ખુલી તો તેણે તેની બાજુમાં કંઈક હોવાનો અહેસાસ થયો

રીવા તા.૨૪: જરા વિચારો, તમે રાતના સમયે પોતાના બેડ પર આરામથી સૂઈ રહ્યા છો અને ઠીક તમારી બાજુમાં એક ખતરનાક, વિશાળકાય અજગર આવીને બેસી જાય તો! આ વિચારીને રુંવાડા ઊભા થઈ જાય. પણ મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાંથી આવો જ એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલા આખી રાત મોતની એટલી નજીક સૂતી રહી અને તેને જરાં પણ ગંધ ન આવી. અહીં વોર્ડ નંબર ૧૧માં રહેતી મુંશી પ્રેમચંદ દ્વિવેદીના ઘરમાં એક વિશાળ અજગર ઘૂસી આવ્યો હતો. સૌથી ભયંકર વાત એ હતી કે આ સાપ આખી રાત બેડરૂમમાં સૂઈ રહેલી મહિલાના બેડ પર પડ્યો રહ્યો અને મહિલાને જરાં પણ જાણ ન થઈ.
મહિલા રાતના સમયે આરામથી સૂતી રહી. સવારે લગભગ ૫ વાગ્યે તેની આંખ ખુલી તો તેણે તેની બાજુમાં કંઈક હોવાનો અહેસાસ થયો. જ્યારે તેણે નજર ફેરવીને જોયું તો તેના પગ તળેથી જમીન સરકી ગઈ. બેડની બાજુમાં જ એક વિશાળકાય સાપ પડ્યો હતો. મહિલાએ સૂઝબૂઝ વાપરી અને તરત દેકારો કર્યા વિના ત્યાંથી હટી ગઈ અને પરિવારને તેના વિશે જાણ કરી અને જરાં પણ ગભરાઈ નહીં.
રૂમમાં આટલો મોટો અજગર જોઈ આખા પરિવારમાં હાહાકાર મચી ગયો. પરિવારે તરત તેની સૂચના વન વિભાગની ટીમને આપી. સમાચાર મળતા જ વન વિભાગની ટીમ આવી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. ભારે મહેનત બાદ ટીમે લગભગ ૧૨ ફુટ લાંબો અજગર સુરક્ષિત રીતે પકડી લીધો.
સાપ પકડાઈ ગયા બાદ પરિવાર અને ફળિયાના લોકોએ રાહતનો શ્વાસ લીધો. સારી વાત એ રહી કે સાપે આખી રાત મહિલા કે તેના પરિવારના કોઈ સભ્ય પર હુમલો નથી કર્યો. જેનાથી એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ. વન વિભાગની ટીમ સાપને પોતાની સાથે લઈ ગઈ. જેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો. આ ઘટનાથી એક વાત તો સાબિત થાય છે કે ક્યારેક ક્યારેક આપણી સમજદારી અને નસીબ જ આપણને સૌથી મોટા ખતરાથી બચાવે છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
