તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી વધીને ૫.૫૪ ટકા થઈ; ખાદ્ય મોંઘવારી ૭.૭૪ ટકાએ પહોંચતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાવવધારાનું પ્રમાણ શહેરો કરતાં વધુ
ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી પણ ઓગસ્ટના ૫.૯૭ ટકાથી વધીને સપ્ટેમ્બરમાં ૭.૭૪ ટકા થઈ

નવી દિલ્હી: દેશમાં સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ઉપભોક્તા ભાવ સૂચકાંક આધારિત છૂટક મોંઘવારી વધીને ૫.૫૪ ટકા નોંધાઈ છે. ઓગસ્ટમાં આ દર ૪.૮૩ ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી પણ ઓગસ્ટના ૫.૯૭ ટકાથી વધીને સપ્ટેમ્બરમાં ૭.૭૪ ટકા થઈ છે. જાહેર થયેલા સપ્ટેમ્બરના આંકડા પ્રાથમિક છે, જ્યારે ઓગસ્ટના આંકડા અંતિમ છે.
ગ્રામ્ય વિસ્તારોમાં છૂટક મોંઘવારી ૬.૦૮ ટકા અને શહેરી વિસ્તારોમાં ૪.૮૮ ટકા નોંધાઈ છે. ઓગસ્ટમાં આ દર અનુક્રમે ૫.૨૪ ટકા અને ૪.૩૧ ટકા હતો. ખાદ્ય મોંઘવારીમાં પણ ગામડાં અને શહેરો વચ્ચે તફાવત જોવા મળ્યો છે. ગ્રામ્ય ખાદ્ય મોંઘવારી ૮.૦૬ ટકા અને શહેરી ખાદ્ય મોંઘવારી ૭.૧૮ ટકા રહી છે.
આંકડા તૈયાર કરવા દેશભરના પસંદ કરાયેલા ૧,૪૦૭ શહેરી બજારો અને ૧,૪૬૫ ગામડાંમાંથી ભાવ એકત્ર કરવામાં આવે છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
