<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

કાયમી કર્મચારી જેવા કામ માટે અનિશ્ચિત સમય માટે ટેમ્‍પરરી સ્‍ટાફ રાખી શકાય

નિયમિત અને કામચલાઉ કર્મચારીઓના પગાર-નિવૃત્તિના લાભમાં અસમાનતાથી બંધારણીય મૂલ્‍યોનો ભંગ થાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્‍હી તા.૨: નિયમિત અને કામચલાઉ કર્મચારીઓના પગાર તથા નિવૃત્તિના લાભમાં તીવ્ર અસમાનતાની આકરી નોંધ લેતા સુપ્રીમ કોર્ટે ઠરાવ્‍યુ હતું કે, નિયમિત-કાયમી કર્મચારી જેવું જ કામ કરતા હોય પરંતુ તેમના જેવા લાભ ન મેળવતા હોય તેવા સ્‍ટાફને સરકાર દ્વારા ફરજ પર રાખી શકાય નહીં. જસ્‍ટિસ સંજય કારોલ અને એ જી મસિહની બેન્‍ચે પટના હાઈકોર્ટે આપેલા હુકમને ફગાવી દીધો હતો, જેમાં પોસ્‍ટ વિભાગમાં દાયકાઓથી ફરજ બજાવતા કામચલાઉ કર્મચારીઓને પેન્‍શનનો લાભ આપવાથી વંચિત રખાયા હતા.

સર્વોચ્‍ચ અદાલતે નોંધ્‍યુ હતું કે, ફરજ અને જવાબદારીમાં સમાનતા ધરાવતા કર્મચારીઓને એક સમાન લાભ વધશે આપવાથી બંધારણ સ્‍થાપિત મૂલ્‍યોનો ભંગ થાય છે. લાંબા સમય સુધી કામચલાઉ નોકરી કરનારા કર્મચારીને ભલે નિયમિત કર્મચારીનો દરજો ન મળ્‍યો હોય, પરંતુ તેને સામાજિક સલામતી અને પેન્‍શનના લામ જેવા અધિકારથી વંચિત રાખી શકાય નહીં. કામચલાઉ કર્મચારી પાસેથી નિયમિત કર્મચારી જેવી જ સેવા અનિヘતિ સમય સુધી લઈ શકાય નહીં અને આ ભાબત સરકારે સુનિヘતિ કરવી જોઈએ. સર્વોચ્‍ચ અદાલતે કેન્‍દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર પેન્‍શન તથા નિવૃત્તિ બાદના લાભચૂકવી આપવા નિર્દેશ આપ્‍યા હતા. આ કેસમાં દાયકાઓ સુધી અરજદારોએ પોસ્‍ટ વિભાગમાં રાત્રિ ચોકીદાર તરીકે ફરજ બજાવી હતી 

સરકારે આદર્શ નોકરી દાતા બનવું જોઈએ

રાજ્‍યને આદર્શ નોકરીદાતા બનવાની સલાહ આપતા સુપ્રીમ કોર્ટે નોંક્‍યુ હતું કે, બધારણ, સૂચવેલા માર્ગદર્શન મુજબ લાંબી અને સતત સેવા આપનારા કર્મચારીઓને ન્‍યાયી અને સમાન લાભ આપવાની સરકારની ફરજ છે. પેન્‍શનને ઈનામ ગણવાના બદલે બંધારણીય હક તરીકે સ્‍વીકારવા નિર્દેશ આપતા કોર્ટે વર્ષ ૨૦૦ના ચૂકાદાનો સંદર્ભ આપ્‍યો હતો., જેમાં બંધારણની કલમ ૩૦૮૪ હેઠળ લાંબી અને સતત નોકરી કરનારા કર્મચારીઓ માટે પેન્‍શનને આકરી મહેનતનો લાભઠરાવાયો હતો.

(9:51 AM IST)